Placeholder canvas

મોંઘવારીનુ શુ આ માત્ર ટ્રેયલર છે? શાકભાજી પછી હવે અનાજના ભાવ વધવાનું શરૂ..

ખરીફ વાવેતરમાં વધારે વરસાદ અને કમોસમી વરસાદ પડયો હોવાથી શાકભાજી બાદ હવે અનાજનુ ઉત્પાદન ઓછુ થશે એવી બજારમાં દહેશતને કારણે અનાજના ભાવ પણ વધવાના શરૂ થઇ ગયા છે.

બજારમાં જો કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસે ચોખા અને ઘંઉનો જંગી સ્ટોક હોવાથી એમાં ભાવ વધારો સામાન્ય છે. પણ જાડા ધાન્યમાં કિંમત ઝડપથી વધી રહી છે. જુવાર માટે રાજસ્થાનની કેકડી સૌથી મોટી બજાર છે. અહીં જુવારના ભાવ ચાલુ મહિનામાં 16 ટકા વધી 1630 રૂપિયાથી 1890 રૂપિયા પ્રતિ કિવન્ટલ થઇ ગયા છે. બાજરો 3.3 ટકા અને રાગીના ભાવ 12 ટકા જેટલા વઘ્યા છે. મઘ્યપ્રદેશમાં ઘંઉના ભાવ આંશિક રીતે વધી 1990 રૂપિયા પ્રતિ કિવન્ટલ છે. જયારે ઉત્તર પ્રદેશના પીલીભીત ખાતેએ 3.1 ટકા ઘટી 2520 રૂપિયા પ્રતિ કિવન્ટલ છે.

કાકડી, ડુંગળી, ટમેટાં, ગાજર અને આદુ જેવી ચીજોના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે અનાજના ભાવ વધી જતાં મોંઘવારીની અસર ગ્રાહકોના બજેટ પર પડી શકે છે. આરોગ્ય વિશે લોકો વધુ સજાગ થઇ રહ્યા હોવાથી બાજરો અને જુવાર જેવી ચીજોની માંગણી વધી રહી છે ત્યારે વધારે પડતા વરસાદથી આવા જાડા ધાન્યોનું ઉત્પાદન આ વર્ષે ઘટી શકે છે.

બજારમાં માંગણી સામે પુરવઠો ઘટી શકે એવી દહેશતથી અત્યારથી ભાવ વધવાનું શરૂ થઇ ગયું છે. છેલ્લા બે મહિના જેટલા સમયમાં શાકભાજીના ભાવ બમણા થઇ ગયા છે. આ વર્ષે વાવેતર બાદ જયારે છોડ ઉછરી રહ્યા હતા ત્યારે મહારાષ્ટ્ર, બિહાર, મઘ્યપ્રદેશ, પંજાબ અને ઉત્તરપ્રદેશના કેટલાક ભાગોમાં વરસાદી પૂરનાં પાણીથી ખેતર ભરાઇ ગયા હતાં. એને કારણે ઉત્પાદન ઘટશે અને ખરીફ પાક બજારમાં મોડા આવી શકે છે. જોકે શિયાળુ પાકનું વાવેતર અને ઉત્પાદન આ વર્ષે વધી શકે છે જેને કારણે ભાવવૃઘ્ધિ કાયમી નહીં પણ ટૂંક સમય માટે જ રહે એવી શકયતા છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/KkbHkmhx1702zMH4BdtXkO

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો