વાંકાનેર: લોક ડાઉનલોડમાં ‘ભૂખ્યાને ભોજન’ આપવા કેટલા ગ્રુપો આવ્યા આગળ…

સમગ્ર ભારતમાં 21 દિવસનું લોકડાઉંન કરવામાં આવ્યું છે ત્યારે ટકનુ લાવીને ટકનુ ખાનાર મજુરવર્ગ મુશ્કેલીમાં મુકાઇ ગયો છે અને તેઓના ઘરે ચૂલો સળગાવવો મુશ્કેલ થઈ ગયો છે, ત્યારે આવ નાના માણસો કોઈ ભૂખ્યા ન રહે એવા હેતુથી કેટલાક લોકો આગળ આવ્યા છે.

રવાણી ગૃપ

ભૂખ્યાને ભોજન આપવાની વાંકાનેરમાં પહેલ રાવાણી ગ્રુપ કરી છે તેઓએ ત્રણ મોબાઇલ નંબર જાહેર કર્યા છે તેમાં ફોન કરીને ટિફીન મંગાવી શકાય છે. આ ગ્રુપમાં કોઈ ફોન કરે એટલે તે લોકો તેમનું પૂરું સરનામું નોંધ કરી લે છે અને બાદમાં તેઓ એ સ્થળે તપાસ કરવા જાય છે. અને ખરેખર જો લાયક વ્યક્તિ હોય તો તેમને ત્યાર પછી દરરોજ બપોરે અને સાંજે ટિફિન પહોંચાડી દેવામાં આવે છે. આ ગ્રુપે આવું એટલા માટે કરવું પડ્યું છે કે આવા સમયે પણ મફતનું લેવા વાળા તો હાજર છે.. આ ગ્રુપ ને ફોન આવ્યા પછી તેઓએ લખાવેલા સરનામા પર તપાસ કરતા કેટલીક જગ્યાએ ઘરે ફોરવીલ હોય મકાન પર એસીનું આઉટડોર દેખાતું હોય આમ છતાં રાંધવું ન પડે ને એટલા માટે ફોન કરીને ટિફિન મંગાવે છે…! એટલે આ ગ્રુપે ખરેખર જેમને જરૂરીયાત છે તેવા લોકો રહી ન જાય તે માટે પહેલાં જાત તપાસ કરવાની શરૂઆત કરી છે. આ ગ્રુપે દાન આપવાની અપીલ કરી નથી તેઓ તેઓના રીતેજ આ સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે.

મેહુલ ટેલિકોમ

વાંકાનેર મોબાઈલ નો પ્રખ્યાત શોરૂમ મેહુલ ટેલિકોમ પણ આ મહામારીમાં લોકોની વહારે આવ્યું છે મેહુલ ટેલિકોમ વાંકાનેરમાં જરૂરિયાતમંદ લોકોને દરરોજ સાંજે છ વાગ્યે ખીચડી નું પાર્સલ પહોંચાડે છે. તેમજ આ મહામારીમાં ખડે પગે પોતાની ફરજ બજાવતા પોલીસ સ્ટાફ, તબીબી સ્ટાફ અને સફાઇ કર્મીઓને વાંકાનેરમાં તેઓના ફરજના પોઇન્ટ પર જઈને તુલસીના પતિવાળી સરસ મજાની ચા પાવાનું કામ કરી રહ્યું છે. આ ગ્રુપે પણ દાનની અપીલ કરી નથી.

ઇન્ડિયન ગ્રુપ

ઇન્ડિયન ગ્રૂપે પણ વાંકાનેરમાં આ મહામારીમાં કોઈ ભૂખ્યા ન રહી જાય એ માટે બપોરે અને રાત્રે કોઈપણ જાતના ભેદભાવ વગર તમામ ભૂખ્યા લોકોને ભોજન આપવા માટે બપોરે અને રાત્રે વ્યવસ્થા કરી છે તેઓનું માનવું છે કે સબકા માલિક એક તેઓ વાંકાનેરમાં મફત અનસેવા ચલાવી રહ્યા છે. આ ગ્રુપે પણ દાનની અપીલ કરેલ નથી.

SMP ગૃપ

“એસ.એમ.પી. ગ્રુપ – વાંકાનેર” દ્વારા હાલની ગંભીર પરિસ્થિતીમાં વાંકાનેર શહેરના વધુમાં વધુ જરૂરિયાતમંદ લોકો સુધી બપોરે અને સાંજે રાંધેલું ભોજન પહોંચાડવાની જવાબદારી લેવામાં આવી છે.

દાન માટે ખાસ અપીલ

આ એસ એમ પી ગ્રુપે જણાવેલ છે કે…દૈનિક ખર્ચમાં ખુબ મોટો વધારો થયેલ હોય જે માટે વધુમાં વધુ આર્થિક મદદ કરવાની અપીલ કરેલ છે.

Paytm/ Google pay: 9979286786

મોઇન પીરઝાદા મો. 9979286786, 6355638092

મુનાફ ખલીફા મો. 9638004847

આ ઉપરાંત માસ વિતરણ વિગેરે કામો પણ વાંકાનેરમાં થયા છે,ઘણા બધા લોકો એવા છે કે પોતાની રીતે જેટલું શક્ય બને તેટલી આ મહામારી ના સમયમાં મદદ કરી રહ્યા છે… તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JdN9WKZ5unND0GqmVY3DXX

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો