Placeholder canvas

હળવદ: આજથી સી.સી.આઈ. દ્રારા માર્કેટ યાર્ડમાં કપાસ ખરીદીનો પ્રારંભ

છેલ્લા આઠ વર્ષથી ખરીદીનું કાર્ય બંધ હતું…

હળવદ: હળવદ માર્કેટ યાર્ડમાં આજથી સીસીઆઇ દ્વારા કપાસ ખરીદી નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે પ્રથમ દિવસે મુહૂર્તમાં પાંચ ખેડૂતો કપાસ વેચવા માટે આવ્યા હતા.

હળવદમાં સીસીઆઇ દ્વારા કપાસ ખરીદવાનું કેન્દ્ર છેલ્લા આઠેક વર્ષથી બંધ હતું. જેની માર્કેટ યાર્ડ દ્વારા રજૂઆતો કર્યા બાદ આજે ફરી સી.સી.આઈ. દ્વારા કપાસ ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં એક મણનો ભાવ ૧૧૫૫નો નક્કી કરવામાં આવ્યો છે. સાથે જ અહીં ખેડૂતો સોમથી શુક્ર સવારે ૯થી ૧૧ વાગ્યા સુધી પોતાનો કપાસ વેચવા માટે આવી શકશે.

માર્કેટ યાર્ડમાં સીસીઆઇ દ્વારા કપાસ ખરીદી કેન્દ્ર બંધ હોય જે ચાલુ કરવા માટે યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ દ્વારા અનેક વખત રાજ્ય સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતો અસરકારક નીવડી અને આજથી સીસીઆઈ દ્વારા કપાસ ખરીદીનો પ્રારંભ થયો છે.

આ સમાચારને શેર કરો