Placeholder canvas

સૌરાષ્ટ્ર માટે સારા સમાચાર: રાજકોટ એરપોર્ટ પર આજથી નવી 4 ફલાઇટની શરૂ

રાજકોટ એરપોર્ટ પર આજથી રાજકોટ હૈદરાબાદ,મુંબઇ,દિલ્હી અને બેંગ્લોર મળી કુલ નવી 4 ફ્લાઇટનું આગમન થયુ છે. આ સમયે એરપોર્ટ પર આવતી ફ્લાઇટનું ફાયર વિભાગ દ્વારા વોટર કેનનથી સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજકોટ હૈદરાબાદ , બેંગ્લોર, દિલ્હી અને મુંબઇ માટે વધુ એર કનેક્ટિવિટી થવાથી રાજકોટ અને સૌરાષ્ટ્ર ભરના મુસાફરો તેમજ રાજકોટ,મોરબી,જામનગર,પોરબંદર સહીતના વિસ્તારના વેપારીઓ માટે પણ ફાયદો થવાનું માનવામાં આવી રહ્યું છે.

રાજકોટ એરપોર્ટ ઉપર આજથી દિવસ દરમિયાન કુલ 11 ફલાઈટની આવન-જાવનના કારણે આખો દિવસ એરપોર્ટ સતત ધમધમતુ થઇ ગયું છે. રાજકોટ એરપોર્ટ ઉપર હાલમાં કુલ 7 ફલાઇટ ઉડાન ભરતી હતી અને આજથી વધુ 4 ફલાઇટ ઉમેરો થતા 11 ફલાઈટના સમયપત્રક જાહેર કરી દેવાયા છે. જેમાં આજથી દરરોજ મુંબઈની 5 ફલાઈટ, દિલ્હીની 3 ફલાઈટ, બેંગલોરની 2 અને હૈદરાબાદની 2 ફલાઈટનો સમાવેશ થાય છે.

બીજી તરફ ઇન્ડિગો કંપનીના અધિકારીઓએ રાજકોટ એરપોર્ટના ડાયરેકટર દિગંતા બોરાહ અને ઓએસડી સંજય ભુવા સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી મે માસના બદલે માર્ચ માસમાં જ ફલાઇટ શરૂ કરવા તત્પરતા દાખવી છે. રાજકોટ એરપોર્ટથી હાલ રાજકોટ-મુંબઇ, રાજકોટ દિલ્હીની ડેઇલી 4 ફલાઇટનું આવાગમન થઇ રહ્યું છે. બેેંગ્લોરની ફલાઇટ શરૂ થતા સ્પાઇસ જેટ, ઇન્ડિગો, એર ઇન્ડિયાની મળી કુલ 10 ફલાઇટનું ઉડ્ડયન થતા હવાઇ મુસાફરો-વેપારીઓ, ઉદ્યોગકારોને હવાઇ સેવા વધુ ઉપયોગી નિવડશે.

ફ્લાઇટનું સમયપત્રક

ફલાઇટ રૂટ સમય એર લાઇન્સ
રાજકોટ-મુંબઇ 6.40 એર ઇન્ડિયા
રાજકોટ-દિલ્હી. 7.40 સ્પાઇસ જેટ
રાજકોટ-મુંબઇ 8.40 સ્પાઇસ જેટ
રાજકોટ-હૈદરાબાદ 9.40 સ્પાઇસ જેટ
રાજકોટ-મુંબઇ. 12.15 ઈન્ડિગો
રાજકોટ-દિલ્લી. 13.00 ઈન્ડિગો
રાજકોટ-બેંગ્લોર 15.00 સ્પાઇસ જેટ
રાજકોટ-હૈદરાબાદ 16.00 ઈન્ડિગો
રાજકોટ-દિલ્લી 17.00 એર ઇન્ડિયા
રાજકોટ-મુંબઇ 18.15 એર ઇન્ડિયા
રાજકોટ-મુંબઇ. 19.40 સ્પાઇસ જેટ
રાજકોટ-બેંગ્લોર 20.15 ઇન્ડિગો

આ સમાચારને શેર કરો