અમદાવાદ: જયપુર જઈ રહેલા GoAirના પ્લેનમાં બે કબૂતરો બન્યા મુસાફર !

વિમાનની યાત્રા સૌથી સુરક્ષિત ગણવામાં આવે છે. તમામ સુરક્ષાના માપદંડો બાદ જ વિમાન ઉડાન ભરતું હોય છે તેમ છતાં અમદાવાદ એરપોર્ટ પર ઘટેલી એક ઘટનામાં ગો-એરની ફ્લાઇટમાં લાલિયાવાડી જોવા મળી છે. હકીકતમાં બન્યું એવું કે શુક્રવારે સાંજે અમદાવાદથી જયપુર જવા માટે ગો-એર કંપનીનું પ્લેન ઉડાન ભરવા માટે તૈયાર હતું ત્યારે મુસાફરે લગેજ બોક્સ ખોલતા તેમાંથી કબૂતરો નીકળ્યા હતા.

પ્લેનમાં તમામ પ્રકારના સુરક્ષા ચેકિંગ બાદ મુસાફરને પ્રવેશ મળતો હોય છે ત્યારે આ કબૂતરો આવતા મુસાફરો હેબતાઇ ગયા હતા. બે કબૂતરોએ ઉડાઉડ કરતા મુસાફરોએ પારેવડાંને પકડાવ દોડધામ કરી હતી. ઘટના સાંજે 4વાગ્યે અને 50 મિનિટની આસપાસ ઘટી હોવાના અહેવાલો છે. પ્રાપ્ત અહેવાલો મુજબ પ્લેન એરોબ્રિજ સાથે કનેક્ટ હતું જેમાં હવા સિવાયની કોઈ ચીજ પ્રવેશવાની શક્યતા નથી ત્યારે કબૂતરો ક્યાં માર્ગે પ્લેનમાં પ્રવેશ્યા તેના વિશે ચર્ચાઓ થઈ હતી.

ગો એરના વિમાનમાં કબૂતરકાંડ થઈ જતા મુસાફરોની વચ્ચે ધમાચકડી મચી હતી. છેલ્લે પ્લેનનો ગેટ ખોલવામાં આવતા ભારે જહેમતના અંતે કબૂતરો બહાર નીકળ્યા હતા. મુસાફરોએ જયપુરમાં જણાવ્યા મુજબ આ ઘટનાના કારણે પ્લેન અડધો કલાક મોડું થયું હતું. જોકે, સૌના મોઢે એક જ ચર્ચા હતી કે પ્લેન જેવા સુરક્ષિત વાહનમાં કબૂતરોં ઘૂસી જાય તે કેવી રીતે શાખી લેવામાં આવે.

જો આ ઘટના ચાલુ પ્લેને ઘટી હોત કઈ પણ થઈ શક્યું હોત તેવી ચર્ચાઓ મુસાફરો વચ્ચે થી હતી. અમદાવાદ એરપોર્ટ પર થોડા સમય પહેલાં વાંદરાઓના ત્રાસથી એરપોર્ટ ઑથોરિટીએ માનવ રીંછનો પ્રયોગ કર્યો હતો તો આજે કબૂતરોની ઘટના સામે આવતા એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા થયા છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •