Placeholder canvas

ટંકારા: અતિવૃષ્ટિ વખતે પાણીમા ફસાયેલા મજુરોનુ રેસ્ક્યુ કરનાર ફિરોજખાન પઠાણનુ જીલ્લા કલેકટરના હસ્તે સન્માન

By Jayesh Bhatasana (Tankara) ટંકારા અતિવૃષ્ટિ વખતે પાણી મા ફસાઈ ગયેલા મજુરો નુ રેસ્ક્યુ કરનાર ઝાબાજ પોલીસ જવાન ફિરોજખાન પઠાણ નુ જીલ્લા કલેકટર દ્વારા સન્માન કરવામાં આવ્યું

ટંકારા લતીપર રોડ ઉપર આવેલા સરકારી સસ્તા અનાજના ગોડાઉનમાં મજુરો બપોરે ફસાઈ ગયા હોય સાંજ સુધી વરસાદ વિસામો ન લેતા ધોડાપુર ની માફક પાણી વધતા મજુરો ના જીવ પડીકે બંધાયા હતા ત્યારે ટંકારા પોલીસ ને જાણ કરતા મહિલા પિ એસ આઈ ગોડલિયા સહિત પોલીસ સ્ટાફ ફસાયેલા લોકો ને રેસ્ક્યુ કરવા કેડ સમા પાણી મા જઈ ફિરોજખાન ની આગવી સુઝબુઝ અને અનુભવ થકી પલવારમા ૯ જેટલા મજૂરો ને હેમ ખેમ પરત લાવ્યા હતા.

જેની નોધ લઈ આજે ૭૨ મા પ્રજાસત્તાક દિનની ઉજવણી વેળાએ ટંકારા ના ઝાબાજ જવાન ફિરોજખાન પઠાણ ને જીલ્લા કલેકટર હસ્તે પ્રશસ્તિ પત્ર એનાયત કર્યો હતો આ પહેલા પણ કલ્યાણપર ના વોકળા મા રહેતા પરીવાર ના ૪૨ સભ્યો ને ફિરોજખાને રેસ્ક્યુ કરી બચાવ્યા હતા એસ પી ઓડેદરા ડિ વાય એસ પી રાધિકાબેન ભારાઈ. પ્રો. એ.એસ.પી અભિષેક ગુપ્તા. ટંકારા ફોજદાર બી. ડી. પરમાર સહિત પોલીસ સ્ટાફ અને મિત્ર વર્તુળ તરફ થી શુભેચ્છા પાઠવી હતી.

આ સમાચારને શેર કરો