Placeholder canvas

રાજકોટ: માર્કેટીંગ એકઝીકયુટીવ યુવતી પર ઈજનેરનું દુષ્કર્મ

રાજકોટ: શહેરમાં દુષ્કર્મનો વધુ એક બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. શહેરમાં રહેતી 32 વર્ષીય યુવકી કે જે બિલ્ડર્સની ઓફિસમાં માર્કેટીંગ એકઝીકયુટીવ તરીકે નોકરી કરતી હોય તેની સાથે નોકરી કરનાર ઈજનેર યુવાને તેને પ્રેમજાળમાં ફસાવી લગ્નના વાયદાઓ કરી ત્રણ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યુ હતું.

ઈજનેરે યુવતીને મોબાઈલમાં પોર્ન કલીપ બતાવી તેણીને મુખમૈથુન માટે મજબૂર કરી તેમજ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ હતું. લગ્નના વાયદા બાદ યુવાને અન્યત્ર સગાઈ કરી લેતા આ બાબતે પુછતા આ શખ્સે યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી તેણીએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

32 વર્ષીય યુવતીએ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેણી બિલ્ડર્સની ઓફિસમાં માર્કેટીંગ એકઝયુકયુટીવ તરીકે નોકરી કરતી હોય વર્ષ 2017 માં સાથે કામ કરનાર સિવિલ ઈજનેર ચિંતન વ્રજલાલ સંચાણીયા (રહે.આલાપ ગ્રીન સીટી) પુષ્કરધામની બાજુમાં રાધિકાપાર્ક રાજકોટ સાથે પરીચય થયો હતો. એકવાર ઓફિસમાં યુવતી એકલી હતી ત્યારે તેને ચિંતને પોતાના મોબાઈલમાં પોર્ન કલીપ બતાવી તેવુ કરવા કહ્યુ હતું. પરંતુ યુવતીએ પડકાર કરી ઓફિસથી નીકળી ગઈ હતી બાદમાં બંને વચ્ચે ફરી વાતચીત શરૂ થઈ હતી. અને પ્રેમસંબંધ બંધાયો હતો.

ચિંતને આ સંબંધનો લાભ ઉઠાવી લગ્ન કરવાના વાયદા આપી જુન 2017 માં યુવતીને બિભત્સ કલીપ બતાવી તે પ્રમાણે સંભોગ કરવાનું કરી તેણી પર દુષ્કર્મ આચરી મુથમૈથુન કરાવી, સુષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યુ હતું. બાદમાં આ શખ્સ ત્રણેક વર્ષ સુધી આ યુવતીનું શારિરીક શોષણ કર્યુ હતું.

દરમિયાન ચાલુ માસે સોશ્યલ મીડિયા થકી યુવતીને જાણ થઈ હતી કે ચિંતને બીજે સગાઈ કરી લીધી હતી. તેથી તેને ફોન કરી પુછતા ચિંતને કહ્યુ હતું કે, ‘તારા જેવી છોકરી સાથે લગ્ન કે સગાઈ થોડી કરવાની હોય’ તેમ કહી હવે મને ફોન નહીં કરતી કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી યુવતીએ આ અંગે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે આઈપીસીની કલમ 376 (1) (એન) 377, 509, 506 (1) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો