Placeholder canvas

અશોક પટેલની આગાહી: ગુજરાતમાં આ અઠવાડીયામાં 2થી8 ઈંચ કે તેથી વધુ વરસાદ પડશે

બંગાળની ખાડીમાં લો-પ્રેસર, સૌરાષ્ટ્રની દક્ષિણે અપર એર સાયકલોનીક સરકયુલેશન. જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી: 7થી13 સપ્ટેમ્બરમાં વરસાદનો સાર્વત્રિક સારો રાઉન્ડ

બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમથી સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં નવી મેઘમહેરના સંજોગો સર્જાયા છે અને ચાલુ સપ્તાહમાં સર્વત્ર 2 થી 8 ઈંચ અથવા તેનાથી પણ વધુ વરસાદ પડવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.

તેઓએ આજે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં અપર એર સાયકલોનીક સરકયુલેશનના પ્રભાવ હેઠળ દક્ષિણ ઓડીશા તથા ઉતરીય આંધ્રપ્રદેશના દરિયાકિનારા નજીક લો-પ્રેસર સર્જાયુ છે અને તેનું આનુસાંગીક અપર એર સાયકલોનીક સરકયુલેશન 7.6 કિલોમીટરના લેવલે છે તે વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચીમ તરફ ઝુકાવ ધરાવે છે. આ સિસ્ટમ બે-ત્રણ દિવસ પશ્ર્ચીમ ઉતર પશ્ચીમ તરફ ગતિ કરશે.

ચોમાસુ ધરી નસીથ લેવલે બીકાનેર, જયપુર, ગુના, ગોંદીયા, ગોપાલપુર થઈને લો-પ્રેસર સેન્ટર તથા ત્યાંથી મધ્યપુર્વ બંગાળની ખાડી સુધી લંબાય છે. તેઓએ કહ્યું કે એક નવુ સ્પીયરઝોન જ ડીગ્રી નોર્થ લેટીટયુડ પર 3.1 કી.મી. તથા 7.6 કી.મી.ના લેવલે છે તે વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. અર્થાત્ અરબી સમુદ્રથી ભારત પર થઈને બંગાળની ખાડીના અપર એર સાયકલોનીક સરકયુલેશન સુધી છે.

આ સિવાય કચ્છ આસપાસ 3.1 કી.મી.ના લેવલનું અપર એર સાયકલોનીક સરકયુલેશન હતું તે હવે ઉતરપુર્વ અરબી સમુદ્ર પર કેન્દ્રીત છે. સૌરાષ્ટ્રની દક્ષિણ આવી ગયું છે. 3.1 કી.મી.ના લેવલનું એક ટ્રફ પણ છે જે સ્પીયર ઝોન સાથે મર્જ થયું છે. તા.7થી13 સપ્ટેમ્બરના સમયગાળા દરમ્યાન સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાત એમ સમગ્ર રાજયમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદનો સારો રાઉન્ડ શકય છે અને આ દરમ્યાન સર્વત્ર 50થી100 મીમી વરસાદ થશે. અતિ ભારે વરસાદ ધરાવતા સેન્ટરોમાં વરસાદની માત્રા 200 મીમી (8 ઈંચ)થી પણ વધુ રહેવાની સંભાવના છે.

આ સમાચારને શેર કરો