Placeholder canvas

વાંકાનેર: લેન્ડ ગ્રેબિંગ કેસમાં આરોપીની આગોતરા જામીન અરજી ફગાવાઈ

વાંકાનેરના જીનપરા વિસ્તારમાં સંબંધના દાવે વપરાશ કરવા આપેલ દુકાન ખાલી કરવાને બદલે દુકાન માલિકને મારમારી બળજબરીથી કબજો જમાવી રાખતા આ મામલે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાતા આરોપી દ્વારા આગોતરા જામીન મેળવવા અરજી કરાઈ હતી પરંતુ નામદાર અદાલતે આગોતરા જામીન ફગાવ્યા દીધા છે.

આ કેસની વિગત જોઈએ તો, વાંકાનેરના જીનપરા વિસ્તારમાં સંબંધના દાવે રસુલભાઈ હજીભાઈએ આરોપીઓને દુકાન વાપરવા આપી હતી અને બાદમાં દુકાન ખાલી કરવાનું કહેતા આ દુકાન પચાવી પાડવાના ઇરાદે આરોપીઓએ દુકાન ખાલી ન કરતા મામલે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ રસુલ હાજીભાઈ માથકીયાએ જલાલભાઈ પરાસરા અને તેમના બે પુત્રો સામે ફરીયાદ નોંધાવી હતી.

બાદમાં આ કેસના મુખ્ય આરોપી દ્વારા મોરબીની નામદાર અદાલતમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી જેમાં ફરિયાદ પક્ષે મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દીલીપભાઈ આર. અગેચાણીયાએ આગોતરા જામીન અરજી ૨દ કરવા વાંધા રજુ કરવા રોકાયેલ હતા. આ કામે બન્ને પક્ષકારો તરફેની દલીલ સાંભળી ફરીયાદી તરફેના વાંધા માન્ય રાખી મુખ્ય આરોપીના આગોતરા જામીન અરજી રદ કરતો હુકમ કર્યો છે.

આ સમાચારને શેર કરો