અમદાવાદ: ઈસનપુર નજીક થયુ ટ્રીપલ અક્સ્માત અને વહેવા લાગી દૂધની નદી..!!

અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારે શહેરના ઈસનપુર ખાતે એક સાથે ત્રણ વાહનો એક બીજાને ધડાકાભેર અથડાતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ અક્સ્માતમાં એક વાહન 407 આઈસર જે દૂધથી ભરેલ હતી, અક્સ્માતને લઈ રસ્તા પર દૂધની નદી વહેવા લાગી હતી.

આ અક્સ્માતમાં ત્રણે વાહનોના ચાલકને ભારે ઈજાઓ થતા તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •