Placeholder canvas

મોરબી જિલ્લામાં પોલીસ, ડૉકટર અને સરકારી કર્મીને કોરોનોએ ઝપટમા લીધા: કુલ 9 લોકો થયા સંક્રમિત

આજના 9 કેસ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંકડો થયો 111

મોરબી : મોરબી જિલ્લામાં કોરોના રોકેટ ગતિએ ફેલાઈ રહ્યો છે. જેમાં આજે રવિવારે સવારે મોરબી જિલ્લામાં કોરોનાના વધુ 9 કેસ સામે આવ્યા છે. જેમાં મોરબીના પોલીસ કર્મચારી તથા સરકારી કર્મી અને એક ડોકટર સહિત 7 વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત થયા છે અને આ ઉપરાંત ટંકારામાં 1 તથા વાંકાનેરના 1 કેસ નોંધાયા છે. આજે રવિવારના 9 કેસની સાથેની મોરબી જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 111 પર પહોંચ્યો છે.

મોરબી જિલ્લામાં આજે સવારે 9 વ્યક્તિઓના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. આ કોરોનાના કેસની વિગત જોઈએ તો મોરબી શહેરની કડીયા કુંભાર શેરીમાં રહેતા વ્યમિશભાઈ ચતુરભાઈ કડીયા ઉ.48, મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ શિવ પેલેસમાં રહેતા મનહરભાઈ ઝાલરીયા ઉ.56, મોરબી મકારાણીવાસમાં રહેતા તથા પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી સલીમભાઈ અજીજભાઈ મકરાણી ઉ.54, મોરબી શહેરના નવા ડેલા રોડ ઉપર આવેલ રાવલ શેરીમાં રહેતા ડોક્ટર મહંમદભાઈ આરીફભાઈ વાડેવરિયા ઉ.45, મોરબીના શનાળા ગામે જીઈબી સ્ટ્રીટ પાસે રહેતા ગીતાબેન વેલજીભાઈ શિરવી ઉ.64,

મોરબીના સેવાદસન પાસે આવેલ લાલબાગમાં રહેતા સકારી કર્મચારી મનસુખભાઇ ભાડજા ઉ.58 અને તેમના પત્ની ગૌરીબેન મનસુખભાઇ ભાડજા ઉ.54 તેમજ વાંકાનેરમાં આશિયાના સોસાયટીમાં રહેતા દિલનવાઝબેન અહેઝાઝ અહેમદ સૈયદ ઉ.61 નામના મહિલા અને ટંકારાના નેકનામ ગામે પટેલ સમાજની વાડી પાસે રહેતા અને મુંબઈમાં ટાઇલ્સના શોરૂમ સાથે સંકળાયેલા હસમુખભાઈ ભીમજીભાઈ ચીકાણીનો આજે કોરોના પઝોટિવ રિપોર્ટ આવ્યો છે. આજે રવિવાર સવારે એક સાથે નવ કેસ કોરોનાના નોંધાતા મોરબી જિલ્લામાં કોરોના કેસનો કુલ આંકડો 111 થઇ ગયો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Gmb1H0H8ar4FxdlZEoiuoc

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો