મોરબી જિલ્લામાં આજે કોરોનાના 11 કેસ નોંધાયા : 22 દર્દીઓ થયા સાજા

જિલ્લામાં કોરોનાના કેસનો કુલ આંકડો 814એ પહોંચ્યો : હાલ એક્ટિવ કેસ 236

મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનાના 11 કેસ નોંધાયા છે. જ્યારે 22 દર્દીઓ આજે સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીની વિગતો જોઈએ તો કોરોનાના કુલ કેસ 814 થયા છે. જેમાંથી 530 દર્દીઓ સાજા થઈ ગયા છે. જ્યારે 48 દર્દીઓનું મોત નીપજ્યું છે. અને હાલ 236 દર્દીઓ સારવાર હેઠળ છે.

આજે મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ નોંધાયેલા ૧૧ દર્દીઓમાં આ બધા જ દર્દીઓ મોરબી તાલુકાના છે. જ્યારે સાજા થયેલા અને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલા કુલ ૨૨ દર્દીઓમાં મોરબી તાલુકાના 20, વાંકાનેર તાલુકાના 1 અને હળવદ તાલુકાના 1 દર્દી સાજા થયા છે.

આ સમાચારને શેર કરો
  • 34
  •  
  •  
  •  
  •  
  •  
    34
    Shares