Placeholder canvas

મોરબી: આજે કોરોનાના 10 કેસ નોંધાયા, કુલ કેસ 213

મોરબી : મોરબી જિલ્લામાં આજે સાંજે 6.00 વાગ્યા સુધી એક પણ કેસ નોંધાયો ન હતો અને છ વાગ્યા બાદ એકી સાથે 10 કોરોનાના કેસ નોંધાયા છે. જામનગર ખાતે સરકારી લેબમાં મોકલાયેલા સેમ્પલમાંથી 10 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મોરબી જિલ્લાના કોરોના પોઝિટિવ કેસનો કુલ આંકડો 213 થઈ ગયો છે.

આજે સાંજે 6 વાગ્યે જાહેર થયેલા તમામ કોરોના કેસ મોરબી તાલુકાના છે. મોરબી જિલ્લામાં મોરબી તાલુકા સિવાયના અન્ય તાલુકામાં આજે એક પણ કેસ નોંધાયો નથી

આજે કોરોના પોઝિટિવ આવેલ તમામ લોકોના સેમ્પલ આરોગ્ય વિભાગ દ્વારા લઈ જામનગર ખાતે મોકલવામાં આવ્યા હતા. જ્યારે આજના આ નવા 10 કેસ સાથે મોરબી જિલ્લામાં કોરોના કેસની કુલ સંખ્યા 213 થઈ ગઈ છે.

આ સમાચારને શેર કરો