વાંકાનેર: માસ્ક ન પહેરનાર ‘ભળવીર’ને ૨૦૦ની પાવતી પકડવતી પોલીસ

આજે સવારથી જ શહેર પીએસઆઇ પી.સી.મોલિયા અને સ્ટાફ શહેરના મહત્વના ચોકપરથી માસ્ક પહેર્યા વગર નીકળતા લોકોને ઊભા રાખીને 200 રૂપિયા દંડ વસુલ્યો હતો.

વાંકાનેર વિસ્તારમાં દિવસે ને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી કોરોનાનો દરરોજ એક-એક કેસ સામે આવે છે, પરંતુ આમ છતા લોકોમાં કોરોના પ્રત્યે કોઈ ગંભીરતા જોવા મળતી નથી, લોકો માસ્ક પહેર્યા વગર ગામમા અવર જવર કરતા જોવા મળી રહ્યા છે.

જેથી આજે વાંકાનેર સીટી પી.એસ.આઇ પી.સી. મોલીયા, હે.કોન્સ રાજેશભાઈ ચાવડા અને પો.કોન્સ રમેશભાઈ કાનગડ દ્વારા વાંઢાલીમડા ચોકથી જીનપરા ચોક અને પછી હાઇવે જકાતનાકા પર માસ્ક પહેર્યા વગર નીકળેલા લોકોને 200 રૂપિયાનો દંડ ફટકારી કાર્યવાહી કરવામાં આવેલ અને જાગૃતતા લાવવાનો પ્રયાસ કરેલ

જો હવે તમે વાંકાનેરમાં આવી રહ્યા છો તો માસ્ક પહેરીને જ આવજો જો માસ્ક નહીં પહેરેલ હોય તો 200 રૂપિયા નો ચાંદલો દેવા તૈયાર રહેજો તેમની સાથ સાથ કોરોના સંક્રમિત થવાની સંભાવના પણ રહેલ છે.

સરકાર તરફથી કોરોના માટે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે તે મુજબ લોકોએ વર્તવું જોઈએ અને કોરોના ને હરાવવા માટે તંત્રને સહયોગ આપવો જોઈએ. ૨૦૦ રૂપિયાના દંડ કરતા તમારી જાન અમૂલ્ય છે તો કપ્તાન ન્યુઝ તમામ લોકોને અપીલ કરે છે કે તમામ લોકો માસ્ક પહેરેલ રાખે, સોશિયલ ડિસ્ટન્સ રાખે અને કામ વગર ઘરની બહાર ન નીકળે

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/L5wLT47GpgzBNNKamflId1

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો