Placeholder canvas

વાંકાનેર: આવતીકાલે તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી, કોંગ્રેસ અને ભાજપે ફોર્મ ભર્યા

વાંકાનેર: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થયા બાદ પ્રમુખ ઉપપ્રમુખની વરણીનો દોર ચાલી રહ્યો છે. ત્યારે આવતીકાલે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી સમગ્ર ગુજરાતભરમાં યોજાશે.

આવતીકાલે વાંકાનેર તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થશે, જે માટે અમોને મળેલી માહિતી મુજબ આજે પ્રમુખ અને ઉપપ્રમુખ માટે કોંગ્રેસ અને ભાજપ એમ બંન્ને પક્ષોએ પોતાના ઉમેદવારોના ફોર્મ ભર્યા છે. વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ માટે ભાજપે પંચાસર સીટના સભ્ય વર્ષાબા ધર્મેન્દ્રસિંહ ઝાલા અને ઉપપ્રમુખ માટે માટેલ સીટના સભ્ય ભૂમિકાબેન અજયભાઈ વીંઝવાડીયા ના ફોર્મ ભર્યા છે. જ્યારે કોંગ્રેસમાંથી પ્રમુખ માટે મહીકા સીતના સભ્ય ફાતુબેન યુનુસભાઈ શેરસીયા અને ઉપપ્રમુખ માટે કોઠી સીટના સભ્ય વાલજીભાઈ ચૌહાણના ફોર્મ ભર્યા છે. આવતીકાલે 11 વાગ્યે તાલુકા પંચાયત ખાતે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેર તાલુકા પંચાયતના કુલ 24 સભ્યોમાંથી ભાજપના 13 અને કોંગ્રેસના 11 સભ્યો ચૂંટાઈ આવ્યા છે. આમ વાંકાનેર તાલુકા પંચાયતના ઇતિહાસમાં પહેલી વખત ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. ત્યારે આવતીકાલે જો કોઈ ઉથલ-પાથલ ન થાય તો તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ખુરશી પર ભાજપના ઉમેદવારો (સભ્યો) બેસશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/H1vrbxTYK6h3bx1pZJ3Wn3

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો