Placeholder canvas

વાંકાનેરમાં અનાજ કરીયાણાની તમામ દુકાન બંધ..!

વાંકાનેર : વાંકાનેરમાં પોલીસની કાર્યવાહીથી નારાજ અનાજ કરીયાણાના દુકાનદારોએ બંધ પાળ્યો છે. અનાજ કરીયાણાની દુકાનો બહાર ભીડ થતી હોવાથી પોલીસ દુકાનદારો સામે જાહેરનામા ભંગના ગુના નોંધતી હોવાથી દુકાનદારો રોષે ભરાયા હતા અને આજે શહેરની તમામ અનાજ કરિયાણાની દુકાનો બંધ કરી દીધી હતી. પોલીસ અને તંત્ર ખુદ સામાજિક અંતરની વ્યવસ્થા ન કરે ત્યાં સુધી દુકાનો બંધ રાખવાની ચીમકી આપી છે.

વાંકાનેરમાં આજે તમામ અનાજ કરિયાણાની દુકાનો બંધ રહી હતી. એનું મુખ્ય કારણ એ છે કે પોલીસની કાર્યવાહીથી નારાજ થયેલા દુકાનદારોએ આ બંધ પાળ્યો હતો. વાંકાનેર અનાજ કરિયાણાં વેપારી એસોસિએશનના જણાવ્યા મુજબ હાલ લોકડાઉન ચાલતું હોય અને ફક્ત અનાજ કરીયાણાની દુકાનો ચાલુ છે. પણ સવારથી જ લોકોની અનાજ કરીયાણાની દુકાનો બહાર ભીડ ઉમટેલ છે. જોકે લોકડાઉનનો ભંગ ન થાય તે માટે દરેક દુકાનો બહાર લોકો માટે સામાજિક અંતર રાખવા માટે કુંડાળા કર્યા છે પણ અમુક લોકો આ સામાજિક અંતર જાળવતા જ નથી અને દુકાનો બહાર ભીડ લગાવે છે. તેથી, સામાજિક અંતર જળવાતું ન હોય પોલીસ દુકાનદારો પાસે જઈને કડક સૂચના આપે છે અને અમુક દુકાનદારો સામે પોલીસ જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરી હતી.

જો કે દુકાનદારોનું એવું કહેવું છે કે તેઓ લોકોને સામાજિક અંતર રાખવાનું કહે છે. પણ લોકો ગભીરતા સમજતા નથી, બીજી બાજુ ભીડ હોવાને કારણે દુકાનદારો વસ્તુઓ આપવામાં વ્યસ્ત હોય આવી વ્યવસ્થા જાળવી શકતા નથી. આથી, પોલીસ કેસ કરતી હોવાથી નારાજ થઈને આજે તમામ અનાજ કરિયાણાં દુકાનદારોએ પોતાની દુકાનો બંધ રાખી હતી અને પોલીસ કે તંત્ર દુકાનો બહાર સામાજિક અંતરની વ્યવસ્થા કરે પછી જ દુકાનો ખોલીશુ એવું દુકાનદારોએ જણાવ્યું છે.

કપ્તાનની મોબાઈલ એપ્સ ડાઉનલોડ કરો… એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…..

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો