skip to content

વાંકાનેર: ખેતીને વધુ સમૃદ્ધ બનાવવા માટે ખેડૂત શિબિરનું આયોજન થયું

વાંકાનેર: તા. 31મી જાન્યુઆરી 2020 ના રોજ વાંકાનેર મુકામે ખેતીની સમૃદ્ધિ માટે ટેકનોલોજીનો ફાળો એ વિષય ઉપર એક ખેડૂત શિબિરનું આયોજન થયું હતું. આ મીટીંગનું આયોજન વાકાનેર વિસ્તારમાં ટપક પિયત પદ્ધતિના વિકાસ માટે કામ કરતાં શેરસીયા એન્ટરપ્રાઇઝ તથા પોલીસીલ ઇરિગેશન વડોદરા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં લગભગ ૪૦૦ જેટલા વાંકાનેર તાલુકાના પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની શરૂઆત ભારતીય પરંપરા મુજબ લબ પે આતી હૈ દુઆ થી બધા બધા ઉભા થઈને દુઆ પઢીને કરી હતી ત્યારબાદ ફૈઝલભાઈ શેરસીયા એ ઉપસ્થિત મહેમાનો તથા આવેલ ખેડૂતોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું કૃષિ શિબિર ના હેતુ તથા ટેકનોલોજીના ઉપયોગની વાત કરી હતી.

આ કાર્યક્રમમાં ખાસ હાજર રહેલ કૃષિ નિષ્ણાંત પ્રફુલભાઈ રાદડિયાએ ટપક પદ્ધતિની વાત કરી હતી ત્યાર પછી વાંકાનેરના ગ્રામસેવકશ્રી સોહિલભાઈ પીલુડીઆએ ખેડૂતોને સરકાર દ્વારા મળતી સહાયની વિગત આપી હતી. કણકોટ ગામના સરપંચ અને હાસ્ય કલાકાર નજરુદિનભાઈએ હાસ્ય રેલાવ્યું હતું હાસ્ય પછી ફરીવાર એકવાર કૃષિલક્ષી વાત આગાખાન એનજીઓના કાર્યકર્તા રસુલભાઈ શેરસીયા એ ખુબ સરસ વાત કરી હતી. આગાખાન સંસ્થા દ્વારા ખેડૂતોને વગર વ્યાજની લોનનો લાભ કઈ રીતે લઈ શકાય તેની વાત કરી હતી.

આ સિબીરમાં ખાસ વડોદરાથી પધારેલા મુખ્ય વક્તા અને એગ્રીલેન્ડ બાયોટેકના ડાયરેક્ટર શ્રી રામજીભાઇ માંગુકિયા કે આજની ખેતી અને તેમાં જૈવિક ઉપચાર તથા પર્યાવરણ અને ખેતીના વિકાસમાં સૂક્ષ્મ જીવ/જૈવિકો અને જેવીકો ની ભૂમિકા વિશે ખુબ જ સરસ વાત કરી હતી. જૈવિક ઉપકરણો ઉપરાંત વિશ્વની ખેતીમા સેન્દ્રિય પદાર્થનાં મહત્વની વાત પણ રામજીભાઈએ કરી હતી ત્યાર પછી ફરી એકવાર હાસ્યનો લાભ લીધા પછી આપણા વિસ્તારના કૃષિ નિષ્ણાત ગની પટેલ દ્વારા હાલની આપણી ખેતી અને તેની સમસ્યાઓના ઉકેલની તલસ્પર્શી વાત કરી હતી ખેડૂતોની વાસ્તવિક સ્થિતિને ધ્યાનમાં રાખવાની વાત કરી ગની પટેલે કરી હતી અને ત્યારબાદ લકી ડ્રો કરીને ત્રણ ખેડૂતોને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. છેલ્લે થોડું હાસ્ય માણી કિરણભાઈ મુંજપરાએ આભારવિધિ કરી હતી.આ શિબિરનું સફળ સંચાલન ગુલાબભાઈ સિપાઈએ કર્યું હતું.

👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Bg9cW6lrckEGLeEs95MWp2

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો