skip to content

ધારાસભ્યએ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં પલાંસમાં શૈક્ષણિક કીટ આપી બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો…

વાંકાનેર: શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ વર્ષ 2024-’25 અંતર્ગત લુણસર સી.આર.સીની પલાંસ પ્રાથમિક શાળામાં વાંકાનેર તાલુકાના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની પ્રેરક ઉપસ્થિતિમાં ચાલુ વર્ષે ધોરણ 6 થી 8 માં સામેલ કરેલ નવું પાઠ્યપુસ્તક શ્રીમદ ભગવદ ગીતાનું પલાંસ ગામના મહાદેવજીના મંદિરે આ પાવન પુસ્તકનું પૂજન અર્ચન કરી તથા પોથીયાત્રા મંદિરેથી શાળા પરિસરમાં લઈ જવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ધારાસભ્યની સાથે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ- રમેશભાઈ વોરા, તાલુકા પંચાયત સદસ્ય- રમેશભાઈ (વીડી જાંબુડીયા), તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, બીઆરસી કોર્ડીનેટર, બધા જ મહાનુભાવોનું શાળા પરિવારના બાળકો તથા શિક્ષકો દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત સત્કાર કરવામાં આવેલ. આ તકે ધારાસભ્યએ નવો પ્રવેશ પામતા નાના ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપી શિક્ષણની કેડી ઉપર નાની ડગલી માંડતા બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો.

આ સમાચારને શેર કરો