વાંકાનેરના વાલાસણ ગામે સામાન્ય બાબતે મહિલાની છરીના ઘા ઝીંકીને હત્યા
એક શખ્સે માતા-પુત્રી પર છરીથી હુમલો કર્યા બાદ માતાનું સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યામાં પલ્ટાયો
વાંકાનેર : વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે મહિલાની હત્યા થયાનો મામલો સામે આવ્યો છે.જેમાં એક શખ્સ ભુવા પાસે દાણા જોવડાવા ગયો હોય ત્યારે ભુવાના પરિવારજનોએ ભુવા સુતા હોવાનું કહેતા ઉશ્કેરાયેલા શખ્સે માતા અને પુત્રી ઉપર છરીથી હુમલો કર્યો હતો.આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા માતાનું સારવાર દરમિયાન મોત નિપજતા આ બનાવ હત્યામાં પલ્ટાયો હતો.આથી વાંકાનેર પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાંકાનેર પોલીસ મથકે નોંધાયેલી આ બનાવની ફરિયાદ મુજબ વાંકાનેર તાલુકાના વાલાસણ ગામેં રહેતા પુજાબેન રમણીકભાઈ ફૂલતરીયાએ આરોપી વિક્રમ ગોરધન ફૂલતરીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે તેના પિતા તેના પિતા રમણીકભાઈ કુળદેવીના ભુવા હોવાથી આરોપી તેમની પાસે દાણા જોવડાવવા માટે ગયો હતો.પણ ભુવાના પરિવારજનોએ ભુવા સુતા હોવાનું કહેતા ઉશ્કેરાયેલા આરોપી વિક્રમેં ફરિયાદી પુજાબેનને તેમજ તેની નાની બહેન કાજલ અને માતા કંચનબેનન પર છરીથી હુમલો કર્યો હતો.જેમાં કંચનબેનને ગંભીર ઇજા થતાં તેમને રાજકોટ સારવાર અર્થે ખસેડાયા હતા.જ્યાં સારવાર દરમિયાન કંચનબેનનું મોત નીપજ્યું હતું.આથી વાંકાનેર પોલીસે અગાઉ મારામારીની નોંધાયેલી ફરિયાદમાં હત્યાની કલમ ઉમેરીને વધુ તપાસ હાથ ધરી છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનની પ્લે સ્ટોરમાંથી મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો..