મોરબીમાં 1 અને વાંકાનેરમાં 2 પોઝિટિવ કેસ આવ્યા સામે: મોરબી જિલ્લામાં કુલ કેસની સંખ્યા 20

રાજકોટ સિવિલમાં દાખલ નવા બસ સ્ટેન્ડ પાછળ પંચવટી સોસાયટીમાં નવયુગ સ્કૂલ પાસે રહેતા વૃધ્ધનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ અને વાંકાનેરમાં અમરનાથ સોસાયટી માં બે કેસ સામે આવ્યા છે.

મોરબી : મોરબી જિલ્લામાં આજે શનિવારે વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેમાં નવા બસ્ટેન્ડ પાછળના વિસ્તારમાં રહેતા 69 વર્ષના વૃધ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોના કેસની સંખ્યા 20 ઉપર પોહચી ગઈ છે.

આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. જેમાં ગઈકાલે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ લક્ષણો સાથે દાખલ કરવામાં આવેલા મોરબીના નવા બસ સ્ટેન્ડ પાછળ પંચવટી સોસાયટીમાં નવયુગ સ્કૂલ પાસે રહેતા રતીભાઈ નરશીભાઈ રજોડીયા ઉ.69 નામના વૃધ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વૃદ્ધને સાથે ડાયાબીટીસની પણ બીમારી છે. અને હાલ એમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી માલુમ પડેલ નથી. હાલ તેઓની રાજકોટ હોસ્પિટલમાં સારવાર ચાલુ છે અને તેમની તબિયત સ્થિર છે.

વાંકાનેરમાં આજે એક સાથે બે પોઝિટિવ કેસ સામે આવેલ છે. મળેલી માહિતી મુજબ વાંકાનેરની નેશનલ હાઈવેની બાજુમાં આવેલ અમરનાથ સોસાયટીમાં એક જ ઘરે બે પોઝિટિવ કેસ નોંધાયા છે . વધુમાં મળેલી માહિતી મુજબ આ બંને બાપ દિકરો છે.એકની 65 વર્ષ અને એકની ઉંમર ૪૦ વર્ષ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IAdJp1mIanLFXSf4tkE8n9

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો