Placeholder canvas

મોરબી નજીક કાર ચાલકને માર મારી લૂંટ કારનારમાંથી એક પકડાયો, અન્ય ત્રણની શોધ ચાલુ

મોરબી નજીકના અમરેલી ગામના પાટીયા પાસેથી ગઇકાલે રાતના દસેક વાગ્યે પસાર થતા વાહનચાલકોને આંતરીને લૂંટ ચલાવતી એક ગેંગ ત્રાટકી હતી અને તેણે જુદા-જુદા ૧૫ થી વધુ વાહનચાલકોને રોકીને તેની સાથે માથાકૂટ કરી છરી બતાવીને તેમજછરીના ઘા ઝીંકીને લૂંટ ચલાવી હતી હાલમાં આ બનાવમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોરબી નજીના રવાપર ગામ પાસે આવેલ એપાર્ટમેન્ટમાં રહેતા વેપારી યુવાનની ફરિયાદ લેવાં આવી છે અને વેપારી યુવાન તેમજ તેના ભત્રીજા સહિત કુલ મળીને ચાર વ્યક્તિઓને માર મારીને તેમજ બે વ્યક્તિને છરીના ઘા મારીને આરોપીઓ દ્વારા ૪.૨૧ લાખથી વધુના મુદામાલની લુટ કરવામાં આવી છે જો કે, લૂંટના આ બનાવમાં જે તે સમયે ગ્રામજનો દ્વારા એક આરોપીને પકડીને પોલીસ હવાલે કરવામાં આવ્યો છે. પરંતુ રોકડા રૂપિયા સહિતનો મુદામાલ લઈને નાશી ગયેલા બાકીના આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કરેલ છે

મોરબીના નવલખી ફાટકથી હાઇવે તરફ જવાના રસ્તે વચ્ચે આવતા અમરેલી પાટીયા પાસે ગઇકાલે રાતના સમયે લૂંટનો બનાવ બન્યો હતો જેમાં ચાર શખ્સોએ ત્યાંથી નીકળતી વાહન ચાલકોને રોકીને લુંટ કરી હતી અને આ શખ્સો દ્વારા વાહન ચાલકોને રોકવા માટે રસ્ત ઉપર ટાયર મૂકી દીધા હતા અને બાદમાં પથ્થર, ધોકા અને છરી જેવા હથિયારો સાથે હુમલો પણ કરતા હતા તે સમયે કારખાનેથી ઘરે જતા રોહીત દયાલજીભાઇ નામના યુવાનને રોકીને તેને છરી મારીને તેની પાસેથી ૬૪૦૦ ની રોકડ લુંટી લેવામાં આવી હતી તે ઉપરાંત નવીનભાઈ નાનજીભાઇ નામના વ્યક્તિને ઊભા રાખીને તેની પાસેથી બે મોબાઈલ ફોનની લૂંટ કરી હતી અને તેમણે પણ છરી મરવામાં આવી હતી

મોરબી નજીકના અમરેલી ગામ પાસે કરવામાં આવેલ લૂંટના બનાવમાં હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રવાપર ગામ પાસે આવેલ નિલમાધવ એપાર્ટમેન્ટમાં રહેતા પંકજભાઇ પ્રભુભાઈ બાવરવાએ ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે અમરેલી ગામના પાટિયા પાસે પંચરની દુકાન છે જ્યાં પહેલા ટાયરને રસ્તા ઉપર આડા મૂકીને વાહનોને રોકવામાં આવ્યા હતા અને ત્યારબાદ વાહનો રોકીને અજાણ્યા શખ્સો દ્વારા છરી બતાવીને ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું અને જે કોઇ વાહનચાલક હોય તેની પાસેથી રોકડ રકમ લૂંટવા માટેનો પ્રયાસ કરવામાં આવતો હતો ત્યારે તેમની પાસેથી ચાર લાખથી વધુની રકમ ભરેલો થેલો લૂંટી લીધો હતો ત્યારબાદ તેની સાથે રહેલ તેના ભત્રીજાને છરી બતાવીને તેની પાસેથી એક મોબાઇલ ફોન લૂંટવામાં આવ્યો હતો

આ ઉપરાંત આ રસ્તા ઉપરથી બાઇક લઇને પસાર થઇ રહેલા રોહિતભાઈ દયાળજીભાઈ નામના યુવાનને છરી મારીને તેની પાસેથી ૬૪૦૦ રૂપિયાની રોકડ લૂંટવામાં આવી હતી તેવી જ રીતે નવનીતભાઈ નાનજીભાઈ નામના વ્યક્તિ પાસેથી બે મોબાઈલ ફોનની લૂંટ કરવામાં આવી હતી આમ કુલ મળીને ૪૦૬૪૦૦ રૂપિયા રોકડા તેમજ ૧૫૦૦૦ રૂપિયાના મોબાઈલ આમ કુલ મળીને ૪૨૧૪૦૦ રૂપિયાના મુદ્દામાલની લૂંટ કરવામાં આવી છે હાલમાં પોલીસે લૂંટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તેને તજવીજ શરૂ કરેલ છેસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલમાં જે શખ્સને ગ્રામજનોએ પકડીને પોલીસને હવાલે કરેલ છે તે શખ્સે જ ફરિયાદી યુવાનના ગળે છરી મૂકીને ચાર લાખ ભરેલા થેલાની લૂંટ કરી હતી અને ફરિયાદીએ તેને ઓળખી બતાવ્યો છે જોકે હાલમાં અન્ય આરોપી કે જે રોકડ ભરેલો થેલો અને મોબાઈલ ફોન સહિતનો મુદામાલ લઈને નાશી ગયેલા છે તેને પકડવા માટે પોલીસે જુદી જુદી દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચારને શેર કરો