મતદારો સાથે વફાદારી અને વિસ્તારનો વિકાસ એ જ આમારો એજન્ડા -ઇસ્માઇલ કડીવાર
વાંકાનેર: તીથવા જીલ્લા પંચાયતનાં ભાજપના ઉમેદવાર નૂરજંહાબેન કડીવારનું પ્રચારકાર્ય સંભાળતા તેમના પતિ ઈસ્માઈલભાઈ કડીવારે જણાવ્યું હતું કે અમો મતદારોને સ્પષ્ટ અને સીધી વાત કરવા માંની છીએ. કોઈ લોભામણી વાત કરવાની થતી નથી, કેમકે અમે હંમેશા મતદારો સાથે વફાદારી અને વિસ્તારના વિકાસમાં માનીએ છીએ. અને તે માટે હંમેશા કટિબદ્ધ રહીશું.
અમો એવો કોઈ પ્રકારનો હથગંડો પણ અજમાવવા નથી માનતા અને મતદારોને છેતરીને મત લેવામાં પણ નથી માનતા, જે મતદારો આમારા વિચાર સાથે સહમત હોય અને અમારી કામ કરવાની રીત તેઓને અનુકૂળ હોય અને અમો લોકોના અને વિસ્તારના કામ કરી શકીએ એમ છીએ એવો વિશ્વાસ ધરાવનારા મતદારો આમારી સાથે રહેશે એવો મને વિશ્વાસ છે. આવા અમારા મતદારોને કોઈ છેત્રી નહીં શકે અને એ કોઈ પણ ભ્રામક પ્રચારની જાળમાં નહીં ફસાય એવો પણ મને વિશ્વાસ છે.
તીથવા જિલ્લા પંચાયત નીચેની તાલુકા પંચાયતના ઉમેદવારો ખૂબ જ મજબૂત છે. સીંધાવદર સીટમાં અબ્બાસ જલાલના પત્ની ફાતુબેન ઉમેદવાર છે તો પીપળીયા રાજમા પૂર્વ સરપંચ હુસેન વલી શેરસિયાના પત્ની અમીનાબેન લડી રહ્યા છે આ બન્ને ઉમેદવાર જીતના પ્રબળ દાવેદાર છે. જ્યારે અરણીટીંબામાં નવઘનભાઈ સરસૈયા અને તીથવામાં નિઝામુદિન પટેલ તાકાતથી ચૂંટણી લડી રહયા છે.
તાલુકા પંચાયતની ચારે ચાર સીટો અને તીથવા જિલ્લા પંચાયતની સીટમાં સારું વાતાવરણ છે. મને વિશ્વાસ છે કે મતદારો સમજી-વિચારીને જ મતદાન કરશે અને યોગ્ય ઉમેદવારને ચૂંટશે.