વાંકાનેરના કણકોટ ગામે મનરેગાના કામમાં રૂ. 2.79 લાખની ઉચાપત : સરપંચ સહિત ચાર સામે ફરિયાદ
ટી.ડી.ઓ.એ ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ…
વાંકાનેર : વાંકાનેરના કણકોટ ગામે મનરેગાના કામમાં રૂ. ૨.૭૯ લાખની ઉચાપત કર્યાની સરપંચ સહિત ચાર સામે ફરિયાદ થયાનો મામલો સામે આવ્યો છે. જેમાં સરપંચ, ઈજનેર સહિત ચાર શખ્સોએ મિલીભગત કરીને મનરેગાના કામમાં ખોટા સરકારી કાગળો રજૂ કરીને આ કૌભાંડ કર્યું હોવાનું તપાસમાં બહાર આવતા વાંકાનેર તાલુકા વિકાસ અધિકારીએ આ બનાવ મામલે ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા વિકાસ અધીકારી વિમલ કે. ગઢવીએ અધિક મદદનીશ ઇજનેર એમ. આર. શેરસીયા ટેકનીકલ આસીશટન્ટ, પી. એન. ચૈાહાણ, સરપંચ વી. બી. ઝાલા કણકોટ, મંજુર હુશેન બાદી (મેટ મનરેગા) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૨૨/૦૬/૨૦૦૯ થી તા. ૪/૦૭/૨૦૦૯ દરમ્યાન કોઇપણ સમયે બનેલા આ બનાવમાં વાંકાનેર તાલુકાના કણકોટ ગામ ખાતે ખારાના તળાવ ઉંડુ ઉતારવાનુ કામ તથા ખારચીયાનુ તળાવ ઉંડુ ઉતારવાનુ કામ મનરેગા નરેગા યોજના હેઠળ કરવાનુ હતુ.
આ કામમાં ખારાના તળાવમાં રૂ. ૧,૯૨૦,૮૦ નો ખર્ચ તથા ખારચીયાના તળાવમાં રૂ. ૮૭,૧૦૯ નો ખર્ચ કરી આરોપીઓએ આ કામના ખોટા મસ્ટર રોલ, જોબ કાર્ડ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી થયેલ કામ કરતા માપપોથી વધુ માપની નોંધણી કરી સરકારી કામમાં ગેરરીતી આચરી હતી અને સરકારને રૂ. ૨,૭૯,૧૮૯ નુ નુકશાન કરી ગંભીર નાણાકીય ઉચાપાત કરી હોવાનું તપાસમાં બહાર આવતા આ મામલે ટીડીઓએ ફરિયાદ નોંધાવી છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/JyR2V8hjS4LAPJZA65ZTwk
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…