વાંકાનેર: જામસર ગામે યુવાન રાત્રે આરોપીના ઘરે જતા યુવાનની હત્યા

વાંકાનેર: તાલુકાના જામસર ગામે શંકાના આધારે એક યુવાનની હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે. જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ પોરબંદર માધવપુર ધેડ વિસ્તારમાં રહેતા ભનુભાઈ લખુભાઈ ભૂવાએ વાંકાનેર પોલીસે ફરિયાદ નોધાવી છે કે મૃતક જયંતીભાઈ મથુરભાઈ રાત્રીના સમયે આરોપી દશરથભાઈ લાલજીભાઈ કોળી રહે-જામસર વાંકાનેર વાળાના ઘરે જતા આરોપી દશરથભાઈએ મૃતક પર કોઈપણ શંકા કુશંકા જતા એકદમ ઉશ્કેરાટમાં આવી જઈને આરોપી દશરથભાઈએ મૃતક જયંતીભાઈને લાકડી વતી માથાના ભાગે તેમજ બંને હાથે તેમજ વાંસાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા કરી માર મારી મોત નીપજાવ્યું હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે. વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/CdXmaIjnw6R5ScY4jUMqmo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો