વાંકાનેર: દિગ્વિજયનગરમાં યુવાને ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
વાંકાનેર : વાંકાનેરના દિગ્વીજયનગર પેડક પાસે રહેતા યુવાને ગઈકાલે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને મોતની સોડ તાણી લીધી હતી.
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ વાંકાનેરના દિગ્વીજયનગર પેડક પાસે રહેતા ચિરાગભાઇ રમેશભાઇ વાઢેર (ઉ.વ. 24) નામના યુવાને તાઃ૧૪/૦૩/૨૦૨૧ ના રોજ કોઈ કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લીતા યુવાનનું મોત નીપજ્યું હતું.
આ યુવાનના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવની વાંકાનેર પોલીસને જાણ કરાતા પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.