જો તમે ઈયર ફોન ભરાવીને વાહન ચલાવશો તો ટ્રાફિક પોલીસ રોકશે.!

હવે વાહન ચલાવતી વખતે કાનમાં ઈયર ફોન ભરાવીને જતા લોકોને પણ પોલીસ રોકશે, જોકે આ માત્ર લોકો કાયદાનું પાલન કરે તે માટે કરાશે અને તેમની પાસેથી કોઈ દંડ લેવામાં આવશે નહીં.

જો તમે મોટા ભાગના સમયમાં ઈયર ફોન ભરાવીને કલાકો સુધી ગીતો સાંભળતાં વાહન ચલાવો છો તો સતર્ક થઈ જજો. વાહન ડ્રાઇવ કરતાં કરતાં આજના યુવાનોને કાનમાં ઈયર ફોન ભરાવીને ગીતો સાંભળવાની ટેવ હોય છે.

જોકે હવે વાહન ચલાવતી વખતે કાનમાં ઈયર ફોન ભરાવીને જતા લોકો પર તવાઈ આવશે, કારણ કે વાહન ચલાવતી વખતે કાનમાં મ્યુઝિક વાગતું હોવાથી અન્ય વાહનનાં હોર્ન સંભળાતાં નથી, જેના કારણે ઘણી જગ્યાએ અકસ્માતની ઘટના પણ બને છે.

આ ડ્રાઇવ માત્ર કાયદાનું પાલન કરાવવા માટે કરાશે, તે દરમિયાન કોઈ દંડ લેવાનો નથી, પરંતુ વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ જોખમી સાબિત થઇ શકે છે તેવી વાહનચાલકોમાં અવેરનેસ આવે તે માટે પોલીસ દ્વારા તેમને સમજાવવામાં આવશે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનની મોબાઇલ ઍપ્સ ડાઉનલોડ કરો…..

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો