Placeholder canvas

વાંકાનેર: ખેરવા પંથકમાં ભારે વરસાદ

By Tofik Amreliya

વાંકાનેર: ખેરવા પંથકમાં ભારે વરસાદ પડી રહ્યાના સમાચાર મળી રહ્યા છે. એક કલાકમા 2 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે.

મળતી માહિતી મુજબ વાંકાનેરથી કુવાડવા રોડ ઉપર આવેલ ખેરવા ગામથી કરીને સૂર્ય રામપરા સુધી ધોધમાર વરસાદ સાંજના પાંચ વાગ્યેથી શરૂ થયો હતો જે આ લખાય છે ત્યાં સુધી એટલે કે સાંજના 6 વાગ્યા સુધી ચાલુ છે. થોડા સમય પૂર્વે ખૂબ સારો વરસાદ થયો હતો પરંતુ હવે પાછી ખેતી વાડીમાં વરસાદની જરૂરિયાત ઉભી થઇ છે એવા સમયે જ આ પંથકમાં 2 ઇંચ જેટલોવરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેર તાલુકામાં આ વર્ષે ખેરવા ગામની આસપાસ વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે થોડા સમય પૂર્વે જે વરસાદ પડ્યો હતો અને આ સમય આસોઇ નદી ગાડીતુર દૂર થઈને આવી હતી, એનું કારણ એ હતું કે ખેરવા કણકોટ ગામે ભારે વરસાદ પડ્યો હતો અને તેથી જ આશોઇ નદી એ મચ્છુ 2 મા પાણી પહોંચાડી દીધું હતું. ફરી પાછું ખેરવા-કણકોટ નસીબદાર પુરવાર થયું છે. ખરી જરૂરિયાત સમયે આ વિસ્તારમાં વરસાદે ખેતરોમાં પાણી બહાર કાઢી નાખ્યા છે.

આ સમાચારને શેર કરો