Placeholder canvas

વાંકાનેર: ઘીયાવડના વાડી વિસ્તારમાંથી રૂ.49.500 રોકડ સાથે એક મહિલા સહિત આઠ શકુનિ ઝડપાયા

By શાહરુખ ચૌહાણ -વાંકાનેર
વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામની વાડીમાં ચાલતા જુગારધામ પર વાંકાનેર તાલુકા પોલીસ દરોડો પાડતા આઠ શકુનિઓ ઝડપાયા છે.

આ રેડની મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ધીયાવડ ગામે હકાભાઇ ચૌહાણ પોતાની વાડીની ઓરડીમાં બહારથી બોલાવી નાલ ઉઘરાવીને જુગાર રમાડતા હોવાની ચોક્કસ બાતમીના આધા તાલુકા પોલીસે રેડ કરતા ત્યાંથી જુગાર રમતા એક મહિલા સહિત આઠ શકુનિ ઝડપાયા ગયા હતા.

આ રેડમાં પકકડાયેલા આરોપીમાં (૧) હકાભાઇ લીંબાભાઇ ચૌહાણ જાતે કોળી રહે ધીયાવડ વાંકાનેર (૨) અશોકસિંહ ખુમાનસિંહ જાડેજા રહે રાજકોટ (૩) જીગ્નેશભાઈ ખીમજીભાઈ વાવડીયા રહે રાજકોટ (૪) અજયભાઈ મનસુખભાઈ સોલંકી રહે રાજકોટ (૫) નિલેશભાઈ જગદીશભાઈ દાણીધારીયા રહે રાજકોટ (૬) રાજુભાઈ ગોબરભાઇ ખસિયા રહે રાજકોટ (૭) ચિરાગભાઈ દિલીપભાઈ વ્યાસ રહે રાજકોટ (૮) ભક્તિબેન જયંતીલાલ રાજગોર રહે રાજકોટને પકડીને રોકડા રૂપિયા 49.500 સાથે જુગાર ધારા4-5 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી
આ કામગીરીમાં તાલુકા પોલીસ પોલીસ સ્ટાફ જોડાયો હતો.

આ સમાચારને શેર કરો