ગરીબોને પણ ન છોડ્યા! રેશનિંગ કેરોસીનના ભાવમાં રૂા.10નો વધારો
ગુજરાત રાજ્ય સરકારે ગરીબોને મળવાપાત્ર રેશનીંગ-કેરોસીનનો ભાવવધારો કરી આકરો ડામ આપ્યો છે. કંડલાથી તમામ જિલ્લામાં મોકલવામાં આવતા કેરોસીનના ટેન્કરના ભાડામાં વધારો થયો હોવાનો સત્તાવાર કારણ જાહેર કરવામાં આવ્યું છે તેવુ પુરવઠા ખાતાના સુત્રોમાંથા જાણવા મળેલ છે. આમ સરકારે આજે 58 ટકા જેટલો વધારો કરીને ગરીબોને પણ છોડ્યા નથી…!!
ગુજરાત રાજ્ય સરકારે ગઇકાલે મોડી સાંજે 1-7-2020થી અમલમાં આવે તે રીતે રેશનીંગ કેરોસીનના ભાવમાં તોતીંગ વધારો ઝીંક્યો છે જેમાં આ અગાઉ 16.92 હતા તેની સામે નવો ભાવ રૂા. 26.15 જાહેર કર્યો છે.
આ દરમિયાન પુરવઠા ખાતાના સુત્રોનાં જણાવ્યા મુજબ આ ભાવવધારો 1-6-2020ની સાપેક્ષમાં રૂા. 10 જેવો વધુ હોવાનું જણાવાયું છે. આ અગાઉ જૂન માસમાં 16.92 અને હાલમાં 26.15નો નવો ભાવ જાહેર કરતાં રેશનીંગ-કેરોસીનમાં પ્રતિ લિટરે રુા. 10નો ભાવવધારો ઝીંકી રાજ્ય સરકારે ગરીબોને આકરો ડોઝ આપ્યો હોવાનું જાણવા મળેલ છે.