Placeholder canvas

કોરોના શિયાળામાં વધારે ઘાતક, 75 ટકા દર્દીને ઓક્સિજન આપવું પડે છે.

અમદાવાદની શહેરમાં કોરોનાની સ્થિતી દિવાળી બાદ ફરી એકવાર સ્ફોટક થઇ ચુકી છે. આ સ્થિતીને ડામવા માટે તંત્ર દ્વારા સોમવાર સુધી સતત 57 કલાકના લોકડાઉનની જાહેરાત કરી છે. ત્યાર બાદ આગામી આદેશ સુધી રાત્રી કર્ફ્યૂ યથાવત્ત રહેશે. જો કે સ્થિતી કેટલી સ્ફોટક છે તેનો ચિતાર અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી મળે છે. 

સિવિલ કોવિડ હોસ્પિટલમાં 737 કોરોના પોઝિટિવ દર્દીઓ દાખલ થયા છે. 737માંથી 75 ટકા કોવિડ દર્દીઓ ઓક્સિજન પર છે. જે પ્રકારે દર્દીઓ આવી રહ્યા છે અને તેમની વિપરિત સ્થિતી જોતા કોરોના વાયરસ વધારે ઘાતક બન્યો હોવાનું તબીબો માની રહ્યા છે.  સિવિલ હોસ્પિટલ તમામ રીતે દર્દીઓની સેવા કરવા માટે સજ્જ છે. જો કે લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને એકબીજાથી દુર રહે તે જરૂરી છે. 

સામાન્ય દિવસોમાં દર્દીઓ આવતા તે પૈકી માંડ 10 ટકા જેટલા દર્દીઓને ઓક્સિજન અને સ્પેશ્યલ ટ્રીટમેન્ટની જરૂર પડતી હતી. મોટા ભાગનાં દર્દીઓને માત્ર વોર્ડમાં દવાના આધારે જ રાખવામાં આવતા હતા. જો કે હવે જે દર્દી આવે છે તે પૈકી મોટા ભાગના દર્દીઓને ઓક્સિજન આપવું પડે છે તેટલી સ્થિતી વિપરિત હોય છે. જેથી કોરોના શિયાળામાં વધારે ઘાતક બન્યો હોવાનું તબીબ માની રહ્યા છે. 

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે ખાનગી વાહનો માટે બંધ કરાયો

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે અને અમદાવાદ-મુંબઇને જોડતા નેશનલ એક્સપ્રેસ હાઇવે ખાનગી વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. બંને હાઇવે પર સરકારી તેમજ મેડિકલ ઇમરજન્સીના વાહનો જ પસાર થઇ શકશે.અમદાવાદથી મુંબઇ વચ્ચેના વિસ્તારમાં લોકડાઉનના કડક અમલીકરણ માટે આ નિર્ણય લઇ ખાનગી વાહનો માટે નેશનલ હાઇવે શરૂ રાખવાનો નિર્ણય કરાયો છે.

લોકડાઉનના કડક અમલીકરણ માટે અમદાવાદ-વડોદરા વચ્ચેને એક્સપ્રેસ-વે ખાનગી વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. ખાનગી વાહનોએ હવે નેશનલ હાઇવે નં-૮ પરથી અમદાવાદ સુધીનો પ્રવાસ કરવાનો રહેશે. મુંબઇ-અમદાવાદ વચ્ચેના નેશનલ હાઇવે પર ગુજરાતની હદમાં આવતા વિસ્તારોમાં વધુ ચેકપોસ્ટ મૂકી વાહનોનું કડક ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વાહનો ગ્રામ્ય વિસ્તારના અંતરિયાળ રસ્તાઓની છટકબારીનો ઉપયોગ ન કરે તે માટે ગ્રામ્ય વિસ્તારોને હાઇ-વે સાથે જોડતા રસ્તાઓ પણ અત્યારે બ્લોક કરવામાં આવ્યા છે.

આ સમાચારને શેર કરો