મોરબીમાં CM વિજય રુપાણીના કાફલાએ અંતિમયાત્રાને રોકી લીધી

મોરબી: ગઈ કાલે મોરબી ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીનું લોકાર્પણ અને જિલ્લા મહિલા દુધ ઉત્પાદક સંધ (મયુર ડેરી) ના પ્લાન્ટ તથા બિલ્ડીંગનું ખાતમૂર્હુત માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી મોરબી આવ્યા હતા. ત્યારે મોરબી બાયપાસ પાસે કોઈ વ્યકિતની અંતિમ યાત્રા ત્યાંથી પસાર થતી હતી ત્યાં સીએમના કાફલાએ સીએમ માટે સ્મશાન યાત્રાને પણ રોકી દીધી હતી.

તમામ અધિકારી પદાધિકારીઓ સાથે નીકળેલા સીએમ પંચાસર રોડ પર પહોંચતા પહેલા તમામ રસ્તા પર પોલિસે વાહનોની અવરજવર બંધ કરાવી દીધી હતી. જોકે પંચાસર રોડ પહેલા મોરબી બાયપાસ પાસે કોઈ વ્યકિતની અંતિમ યાત્રા ત્યાંથી પસાર થતી હતી. હિન્દૂ પરંપરા મુજબ કોઈ પણ ધર્મનાં લોકોનું અંતિમ યાત્રાને સંપૂણ માન સન્માન આપવામાં આવતું હોય છે અને તેમના માટે રસ્તો ખુલ્લો કરી દેવાય છે અને તમામ લોકો જે તે સ્થળ પર થોભી અંતિમ યાત્રાને જવા રસ્તો કરી આપે છે.

પરંતુ સીએમનાં કાફલો જાણે આ મર્યાદા ચુકી ગયો હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે સીએમને જવા માટે એક સ્મશાન યાત્રાને પણ રોકવામાં આવી હતી.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનની મોબાઇલ ઍપ્સ ડાઉનલોડ કરો…..

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો