ચોટીલા: ઘાંચીવાડમાં શુક્રવારે પારિવારિક ઝગડામાં યુવાનની હત્યા
ચોટીલા: એક યુવાનને મોતને ઘાટ ઉતારી હત્યા કર્યાનો બનાવ બાદ ગણતરીની કલાકોમાં મુખ્ય આરોપી સહિત બે શખસો પોલીસમાં હાજર થઈ ગયા છે. આ બનાવ અંગેની વિગતો મુજબ ચોટીલા ઘાંચીવાડ વિસ્તારમાં શુક્રવારની સવાર પારિવારિક ઝગડામાં હત્યા નિપજયાની ઘટના બનતા હોસ્પિટલમાં લોકો ટોળે વળેલ હતા અને પોલીસ તપાસ અર્થે દોડી ગયેલ હતી.
ઘટનાની જાણવા મળતી વિગતો મુજબ ચોટીલા ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા હનિફભાઈ (કાળુભાઈ) નજુભાઈ કલાડિયાના ઘરે તેમના પત્ની ઝુબીબેન ઉ.વ.૫૫ અને યુવાન પુત્ર ફૈઝલ ઉ.વ.૨૫ સવારે ઘરે હતો તે અરસામાં રાજુ સુલતાનભાઈ અને શાહરૂખ સુલતાનભાઈ સાથે અન્ય બે ઈસમોએ ધારિયુ, છરી જેવા તિક્ષણ ઘાતક હથિયારો સાથે હુમલો કરતા માતા પુત્રને ગંભીર ઈજાઓ પહોંચેલ હતી.
ઝઘડાનો દેકારો થતાં આસપાસના લોકો આવી ચડતા હુમલાખોરો નાસી છુટયા હતા અને ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ લઈ આવતા ફરજ પરના ડોકટરે ૨૫ વર્ષના યુવાન ફૈઝલ મરણ પામેલ જાહેર કરતા ઝઘડો હત્યામાં પરિણામ્યો હતો જયારે તેની માતા જુબીબેનની નાજુક હાલત હોવાથી પ્રાથમિક સારવાર ચોટીલા આપી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવેલ છે. આ ઘટનાની જાણ થતા હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટયા હતા અને સમગ્ર મામલે પોલીસ પણ દોડી આવી હત્યા અને હત્યારા અંગે તપાસ શરૂ કરી હતી.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/IEuz1mb5RgG8uPqLzlZ9Bo
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…