skip to content

ચંદ્રપુર આખુ પરસેવે નીતરી ગયું અને પછી જો થઈ…!!!

વાંકાનેર: સરકારી કચેરીઓમાં અત્યારે જો કોઈપણ કચેરીનો વહીવટ સાવ ખાડે ગયો હોય તો એ છે pgvcl ની કચેરી…. હજુ તો હરખું ચોમાસું જામ્યું પણ નથી અને લાઈટ દિવસમાં દસ વાર આવજા કરે છે… ખરા બપોરે કલાક બે કલાક લાઈટ જતી રહે અને જો ફોન કરીએ તો લગભગ ફોનનું રીસીવર ડબલાની નીચે મૂકી દેવામાં આવે છે. આવી લોકોની ફરિયાદ રહે છે. અને ફોન ઉપર કોઈ વ્યવસ્થિત જવાબ નથી મળતા, પીજીવીસીએલએ ઓન પેપર કરેલી પ્રિ મોનસૂન કામગીરીની પોલ હવે છતી થવા લાગી છે. વરસાદ તો હજુ આવ્યો પણ ન હોય અને માત્ર વરસાદની ખુશ્બુ આવે ત્યાં જ પાવર કાપ કટ થઈ જાય છે ત્યારે સવાલ એ થાય છે તો આ પીજીવીસીએલ કામગીરી શું કરી… અને એમાં જો બે ત્રણ છાંટા અને બે ત્રણ કડાકા ભડાકા થઈ જાય તો પછી સમજો બે ત્રણ કલાક માટે લાઈટ ગઈ…

આ પ્રશ્ન કોઈ એક ગામનો નથી સમગ્ર તાલુકાનો આ પ્રશ્ન છે. સિટીની આસપાસના ગામડા નો પણ આ જ પ્રશ્ન છે. આજે ચંદ્રપુર ગામમાં બપોરે 1:30 વાગ્યે પાવર જતો રહ્યો લોકો પરસેવેથી નીતરી ગયા અને રીતસર લોકો અકળાઈ ગયા. હવે શું કરવું ?ત્યાં જ કોક યુવાને આગેવાનોને ફોન કરી ગામના whatsapp રૂમમાં મેસેજ નાખતા ગામના ઘર દીઠ એક એક વ્યક્તિ ભેગા થયા અને પીજીવીસીએલ કચેરીએ હલ્લાબોલ કર્યું… ટોળું ભેગુ થાય પછી શાંત થોડું રહે…!!! દેકરોને બાપોમારી થઈ ગઈ અને pgvcl ના ઈજનેર ભુવને પોલીસ સ્ટેશને ફોન કરીને પોલીસને બોલાવવી પડી…!! પછી ઇજનેરે આગેવાનો જલાલભાઈ શેરસિયા, ઉસ્માનભાઈ મરડીયા, તોફિક અમરેલીયા સાથે પોતાની ચેમ્બરમાં જ ચર્ચા કરી અને અત્યારે તો નિવેળો લાવવાની ખાતરી આપી છે. પણ આગેવાનો ચીમકી ઊંચારી હતી કે સાહેબ જો આને આ પ્રશ્ન રહશે તો આ લોકો આવ્યા છે એથી વધારે આવશે અને કાંઈ પણ બને તો એની જવાબદારી તમારી રહેશે…

અત્રે ઉલ્લેખનીય છે કે ચંદ્રપુર પાસે હાઇવે પર ચારથી પાંચ હોસ્પિટલો આવેલી છે અને પાવર જાય ત્યારે હોસ્પિટલમાં રહેલા પેશન્ટો ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત સહકારી મંડળીના પૂર્વ પ્રમુખે જણાવ્યું હતું કે ગામમાં હાલમાં 14 થી 15 ડીલેવરી વાળી મહિલાઓ છે શું આ મહિલાઓનો ખાટલો પાવર જતો રહે ત્યારે ફળીમાં રાખવો અને નાના બાળકોની શું હાલત થાય ? પરંતુ પીજીવીસીએલના જવાબદાર અધિકારીના કાન બહેરા થઈ ગયા છે અને લોલમ લોલ ચાલી રહ્યું છે. અત્યાર સુધી એમને લગભગ કોઈ કહેવાવાળું નથી અને તે તેમની મરજી મુજબ કામ કરી રહ્યા છે અને ચાલી રહ્યા છે. ત્યારે હવે આવા પાવરમાં રાચતા અને પોતાની મનમાની કરતા અધિકારીઓની શાન ઠેકાણે લાવવા લોકોએ મેદાને આવું જ રહ્યું એમનું ઉદાહરણ ચંદ્રપુર ગામેં પૂરું પાડ્યું છે.

https://chat.whatsapp.com/3eWVhu3Udry6unAXu0HAwC

આ સમાચારને શેર કરો