વાંકાનેર: દેશીદારૂ સાથે પકડાયેલ શખ્સે પોલીસથી બચવા શરીરે પેટ્રોલ છાંટયું

વાંકાનેર : વાંકાનેર પોલીસે આજે પતાળિયા કાંઠે આવેલ સ્મશાન પાસે દેશીદારૂને રેડ કરી હતી ત્યારે બુટલગરે પોલીસ સાથે માથાકૂટ અને ઝપાઝપી કરી પોલીસના હાથમાંથી છટકવવા માટે પોતાના શરીરે પેટ્રોલ જેવું પ્રવાહી છાંટી દીધું હતું. આથી, પોલીસે તુરત જ આરોપીને સંકજામાં લઇ તેની વિરુદ્ધ દેશી દારૂ વેચાણ અને ફરજમાં રુકાવટનો ગુન્હો નોંધી કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ વિધિવત ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

આ બનાવની મળેલ માહિતી. મુજબ વાંકાનેર પોલીસ સ્ટાફ પેટ્રોલીગમાં હતો ત્યારે ફરતા ફરતા વાંકાનેરના પતાળીયા પુલ પાસે સમશન નજીક બાવળની ઝાડીની બાજુમાં એક ઇસમ પ્લાસ્ટિકની શંકાસ્પદ થેલી સાથે નીકળતા પોલીસે તેની તપાસ કરી હતી. જેમાં આ ઇસમ રવિ ઉર્ફે કાશી કાળું વાંસાણી હોવાની અને તેની પાસે પ્લાસ્ટિકની થેલીમાં તેમજ બોટલમાં દેશીદારૂ હોવાનું જાણવા મળ્યું હતું. આથી, પોલીસે તેને પકડવાનો પ્રયાસ કરતા આરોપીએ પોલીસના હાથમાંથી છટકવા માટે પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. તેમજ પોલીસથી બચવા માટે આરોપી પોતાની પાસે રહેલી બોટલમાંથી પેટ્રોલ જેવા પ્રવાહીને શરીર ઉપર છાંટી દીધું હતું આથી કઈ અજુગતું બને તે પહેલાં જ પોલીસે આરોપીને સંકજામાં લીધો હતો અને તેની પાસે રહેલો દેશી દારૂનો જથ્થો પણ કબ્જે કર્યો હતો.

પોલીસે હાલ આરોપી સામે ફરજમાં રુકાવટ અને પ્રોહીબિશન એકટ હેઠળ ગુનો નોંધી તેની વિધિવત ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો