વાંકાનેર: થાન રોડ ઉપર દિઘલીયાના બોર્ડ પાસે બોલેરો પલટી મારી ગઈ: ડ્રાઈવરને ઈજા
વાંકાનેર: થાન રોડ ઉપર દીઘલિયાના બોર્ડ પાસે આજે સવારે એક બોલેરો પલટી મારી જતા ડ્રાઈવરને ઈજા થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર થી થાન તરફ જતી અને સીરામિક્સ ચીજ વસ્તુ ભરેલો બોલેરો દીઘલિયાના બોર્ડ પાસે પલટી મારી જતા બોલેરો માં રહેલો સીરામિક્સ બધો જ માલ નીચે ઠલવાઈ ગયો હતો અને મોટાભાગના તૂટી ગયો હતો જયારે ડ્રાઈવરને ઇજા થઇ હતી જેને ત્યાં આસપાસ ભેગા થયેલા લોકોએ ડ્રાઇવરને બહાર કાઢીને વાંકાનેર હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ.
અત્રે ઉલ્લેખનીય છે કે આ રસ્તો થોડા સમય પૂર્વે જ બનાવવામાં આવ્યો છે આમ છતાં એમાં અનેક ગાબડા પડી ગયા છે અને દીઘલિયાના બોર્ડ પાસે તેમજ દલડીના પેટ્રોલ પંપ સામે મોટા ગાબડા પડેલા છે. થોડા સમય પૂર્વે મેટલ નાખીને બુરવાંમાં આવ્યા હતા. આ ગાબડા ફરી પાછા વધતા આજે દીઘલિયાના બોર્ડ પાસે બોલેરો પલટાવી દીધી હતી.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/HXxRwRhpPxVK3z7VKGWTpv
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…