વાંકાનેર શહેર ભાજપ દ્વારા PM મોદીના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન અને મેડિકલ કેમ્પનું આયોજન

વાંકાનેર: આગામી તા ૧૭ ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હોય જે નિમિત્તે વાંકાનેર શહેર ભાજપ ટીમ દ્વારા બ્લડ ડોનેશન અને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ વડાપ્રધાનના જન્મ દિવસ નિમિત્તે બીજી પણ સેવાકીય પ્રવૃતિઓ કરવાનો સંકલ્પ વાંકાનેર ભાજપ ટીમ દ્વારા કરવામાં આવ્યો છે.

વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઇ મઢવીએ માહિતી આપતા જણાવ્યુ છે કે, આગામી તા ૧૭ ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હોય જે નિમિત્તે વાંકાનેર શહેર ભાજપ દ્વારા વિશાશ્રીમાળી તપગચ્છ જૈન ભોજન શાળા દિવાનપરા મેઇન રોડ પેટ્રોલ પંપની સામે વાંકાનેર ખાતે બ્લડ ડોનેશન અને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે
આ કાર્યક્રમ સાથે બીજી લોક ઉપિયોગી સેવાકીય પ્રવૃતિઓમાં આયુષ્યમાન ભારત કાર્ડ, વૃદ્ધાના ઉંમરના દાખલા, વેક્સિનેશન, કોવિડ ચેકઅપ નિદાન, ડાયાબિટીસ અને બી.પી.ના નિદાન સહિતની કામગીરીઓ તેમજ કેમ્પમાં હાજર હોય તે તમામ દવાઓ પણ દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવશે.

આ કેમ્પની સાથોસાથ રાજકોટ સાંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયાની ગ્રાન્ટમાંથી વાંકાનેરને આપવામાં આવેલ બેઝીક લાઈફ સપોર્ટ સિસ્ટમ એટલે કે મીની આઇ.સી.યુ. સાથેની અતિ આધુનિક પ્રકારની એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ વાંકાનેર સિવિલ હોસ્પિટલને કરવામાં આવશે

આ રક્તદાન શિબિર, મેડિકલ કેમ્પ તેમજ સેવાકીય પ્રવૃતિઓનું આયોજન વાંકાનેર મહારાજા તથા વાકાનેર ભાજપ અગ્રણી કેશરિદેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી, મહામંત્રી દિપકભાઈ પટેલ, ક્રિપાલસિંહ ઝાલા અને અમિત શાહ વીગેરે આગેવાનો દ્વારા કરવામાં આવશે

આ સમાચારને શેર કરો