વાંકાનેરમાં બાબાસાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

ડો. ભીમરાવ આંબેડકરજીની 133 મી જન્મ જયંતિના દિવસે બાબાસાહેબની નવી પ્રતિમાનુ અનાવરણ કરીને શોભાયાત્રામાં કાઢવામાં આવશે.

વાંકાનેર : બાબાસાહેબની 133મી જન્મજયંતિની વાંકાનેરમાં 14મી એપ્રિલને રવિવારનાં રોજ ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આંબેડકર ચોકમાં નવી તૈયાર કરવામાં આવેલી બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું સવારે 9 વાગ્યે અનાવરણ કરવામાં આવશે ત્યારે બાદ શોભાયાત્રા નીકળશે.

આયોજકો દ્રારા આપવામાં આવેલી માહિતી મુજબ આગામી 14મી એપ્રિલને રવિવારનાં રોજ ભારતનાં સંવિધાનનાં રચયિતા એવા ભારતરત્ન ડો. ભીમરાવ આંબેડકરજીની 133મી જન્મજયંતિ નિમિત્તે વાંકાનેર શહેર તથા તાલુકા અનુ. જાતિ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો રુટ આંબેડકર સ્ટેચ્યુ થી, ભમરીયા કુવા, લક્ષમીપરા ચોક, ગ્રીનચોક, મેઈન બજાર, માર્કેટ ચોક, અમરસિંહ બાપુના સ્ટેચ્યુ, ડો. બાબાસાહેબ આંબેડકર સ્ટેચ્યુ (રાજ માગૅ) ઊપર થઈને બાબા સાહેબની પ્રતિમા સુધીનો રહેશે. આ ભવ્ય શોભાયાત્રામાં જોડાવવા વાંકાનેર જયભીમ યુવા ગ્રુપ તેમજ અનુ. જાતિ સમાજ દ્વારા તમામ સમાજનાં લોકોને દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.

આ સમાચારને શેર કરો