વાંકાનેર: વાલાસણમાં માથાભારે શખ્સ દ્રારા ખેડુત પર હૂમલો,જાનથી મારી નાખવાની ધમકી આપી.

વાંકાનેરના વલાસણમાં ઉકરડા વાળી જગ્યામાં મકાન બનાવવાની ના કહેતા યુવાન સહીત બે વ્યક્તિને પાઈપ વડે મારમાર્યો: ચાર સામે ગુનો નોંધાયો…

તાલુકાના વલાસણ ગામે ઉકરડા વાળી જગ્યા ઉપર રહેણાંક મકાન બનાવવામાં આવી રહી હોય તેને રોકવા માટે થઈને ના પાડવામાં આવતા ચાર શખ્સો દ્વારા યુવાન સહિત બે વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને તેને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી પણ દેવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના વલાસણ ગામે રહેતા ઇલમુદીનભાઇ ઇબ્રાહીમભાઇ કડીવાર (૪૦)એ ઉકરડવાળી જગ્યા ઉપર રહેણાંક મકાન બનાવતા સુલતાનભાઇ આદમભાઇ દલપોતરાને ના કહી હતી જેથી ઉશ્કેરાઈ ગયેલા સુલતાનભાઈ તેમજ તેના બે ભાઇ સમીરભાઈ તથા સિકંદરભાઈ અને સોહિલભાઇ ઉમરેટિયાએ પાઇપ વડે મારમારીને ગાળો ભાંડી હતી તે ઉપરાંત તેની સાથે રહેલા સમસુદીનભાઈ અલીવલીભાઈ ને પણ પાઇપ વડે હાથે-પગે અને શરીરે માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી દેવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા ઇલમુદીનભાઈએ હાલમાં ચારેય શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ સમાચારને શેર કરો