Placeholder canvas

આગાખાન ટ્રસ્ટે કોરોના મહામારીમાં રૂ.84 લાખની વિવીધ કીટનું કર્યુ વિતરણ

જરૂરતમંદ પરિવારને આશરે 84 લાખ રૂપિયાની સ્વચ્છતા કિટ, રાશન કીટ અને કૃષિલક્ષી કીટનું વિતરણ કરીને આગાખાન ટ્રસ્ટે ખરી સામાજિક પ્રવૃત્તિ કરી છે.

ખેતીલક્ષી અને સામાજિક પ્રવૃત્તિ કરતી આગાખાન ટ્રસ્ટ લોકોમાં જાગૃતિ લાવવા ઉપરાંત આર્થિક સહયોગ પણ કરે છે ત્યારે આ વર્ષે સમગ્ર વિશ્વમાં અને ભારત ભરમા કોરોના વાયરસની મહામારી ફેલાઈ ત્યારે આગાખાન પણ આગળ આવીને લોકોને સહિયારો આપીને જરૂરતમંદ પરિવારને આશરે 84 લાખ રૂપિયાની સ્વચ્છતા કિટ, રાશન કીટ અને કૃષિલક્ષી કીટનું વિતરણ કરીને ખરી સામાજિક પ્રવૃત્તિ કરી છે.

આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ(ભારત), સુરેન્દ્રનગર વિસ્તાર મા છેલ્લા 33 વર્ષ થી ગ્રામ વિકાસ નુ કામ કરે છે.હાલમા સંસ્થા સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ અને બોટાદ જીલ્લા ના કુલ 13 તાલુકાના 350 ઉપરાંત ગામમા ગ્રામ વિકાસ ના ભાગ રૂપે ચેક ડેમ,તળાવ, જમીન સુધારણા,બચત ગ્રુપ,ડ્રીપ ઇરીગેશન, એજ્યુકેશન, સેનીટેશન અને કોમ્પ્યુટર ટ્રેનીંગ જેવા કાર્યક્રમ નુ અમલીકરણ શરૂ છે.

આ વિસ્તાર મા વર્ષ 2017 થી સંસ્થા દ્વારા 8 ખેડુત ઉત્પાદક કંપનીની રચના કરવામા આવી છે.જેમા 8000 ઉપરાંત ખેડુતો જોડાયેલ છે.
માર્ચ 2020 થી આપણા વિસ્તારમા કોરોના ની અસર વર્તાવી શરૂ થઈ ગયેલ હતી.જન જાગ્રુતિ અને સંક્રમણથી બચવા માટેનુ કામ પણ સંસ્થા દ્વારા શરૂ કરવામા આવ્યુ છે.

એપ્રિલ 2020 મહિનામા સંસ્થા દ્વારા 149 ગામમા 8500 ઉપરાંત કુટૂંબો ને સ્વચ્છતા કીટ નુ વિતરણ કરવામા આવ્યુ છે. જેમા એક કુટુંબ ને 2 માસ્ક,2 સાબુ અને સેનેટરી નેપકીન નુ વિતરણ કરવામા આવ્યુ છે.જેમની કુલ કિમત 8.50 લાખ થાય છે. જ્યાંરે મે 2020મા ફરી વખત 153 ગામના 10,000 હજાર કુટુંબો ને સ્વચ્છતા કીટ નુ વિતરણ કરવા મા આવ્યુ છે . જેમા 2 માસ્ક,3 સાબુ અને 2 સેનેટરી નેપકીન આપવામા આવ્યા હત.

હાલમા 50 ગામના 1800 કુટુંબોને બિયારણ કીટ વિતરણ કરવામા આવી છે.આ કીટ મા 1 કપાસ બિયારણનુ પેકેટ અને એક બાજરી બિયારણની થેલી આપવામા આવી છે. ઉપરાત 60 ગામના 1200 કુટુંબોને રાશન કીટ આપવામા આવી છે.

આ રાશન કીટમા 3 કિલો તેલ, 3 કિલો ખાંડ,3 કિલો મગ દાળ અને 1 કિલો દેશી ચણા આપવામા આવેલ . ઉપરોકત તમામ પ્રવ્રુતિનુ કુલ બજેટની 46 લાખથી અધિક થાય છે. કપરા કાળમા પણ આગાખાન સંસ્થા લોકોને સહયારો આપ્યો છે અને લોકોના દુ:ખમા ભાગીદાર થયેલ છે, આ સંસ્થામા બધા સાથે મળી ને કામ કરે છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IAdJp1mIanLFXSf4tkE8n9

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો