મોરબી જિલ્લા ‘આપ’ નું કાર્યકર્તા સંમેલન યોજાયું, નવા હોદેદરોની વરણી
સમગ્ર ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે છાપ ઉભી કરનાર આમ આદમી પાર્ટી દ્વારા હાલ સંગઠન ને મજબૂત કરવા ગુજરાતના તમામ જિલ્લાઓમાં કાર્યકર્તા સંમેલન અને નવા હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી રહી છે ત્યારે આજ રોજ મોરબી ખાતે સિદ્ધિ વિનાયક હોલ ખાતે આમ આદમી પાર્ટી કાર્યકર્તા સંમેલન સાથે નવા હોદ્દેદારોની વરની કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન તરીકે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ કિશોરભાઈ દેશાઈ, ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરી, મોરબી જિલ્લા કોડીનેટર અને પૂર્વ ઝોન પ્રમુખ રૂરલ જેઠાભાઈ પટેલ, પૂર્વ ઝોન મહામંત્રી રૂરલ કમલેશ દઢાણીયા, પ્રભારી ભાવેશભાઈ ઉપાધ્યાય ઉપસ્થિત રહેલા આ સંમેલન માં આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહેલ.
ગત વર્ષની હોદ્દેદારોની ટર્મ પૂર્ણ થતાં લોકશાહી ઢબે કાર્યકર્તાઓ ના મંતવ્ય અને વિચારો જાણી બહુમતી થી નીચે મુજબના નવા હોદ્દેદાર નિમણુંક કરાયા..
મોરબી જિલ્લા પ્રભારી તરીકે જેઠાભાઇ પટેલ, મોરબી જિલ્લા પ્રમુખ-મહાદેવભાઈ પટેલ, જિલ્લા ઉપપ્રમુખ જીવણ ભાઈ જિલરીયા અને ગોકલભાઈ પરમાર, જિલ્લા મહામંત્રી-ભરતભાઇ બારોટ, જિલ્લા લીગલ સેલ પ્રમુખ-રહીશભાઈ માધવાણી, જિલ્લા સહ મંત્રી-મયુરભાઈ પિત્રોડા, સોસીયલ મીડિયા સેલ પ્રમુખ-નિખિલભાઈ દલસાનિયા, જિલ્લા મીડિયા સેલ પ્રમુખ-ધવલભાઈ ત્રિવેદી.
મોરબી શહેર પ્રમુખ-પરેશ પારિઆ, મોરબી શહેર ઉપપ્રમુખ-જયેશભાઇ હસમુખભાઈ, મોરબી શહેર મહામંત્રી-અરવિંદભાઈ લાલજીભાઈ, મોરબી શહેર સહમંત્રી-અમૃતભાઈ જિલરીયા, મોરબી શહેર ખજાનચી-મહેન્દ્રભાઈ જોગર, મોરબી શહેર સોસીયલ મીડિયા સેલ પ્રમુખ-પાર્થભાઈ પટેલ, મોરબી શહેર યુથ,cyss સેલ પ્રમુખ-મયુરભાઈ બાવરવા, મોરબી શહેર યુથ ઉપપ્રમુખ-હસમુખભાઈ મકવાણા, મોરબી શહેર મહિલા સેલ પ્રમુખ-રૂકશાનાબેન માડકીયા, મોરબી શહેર મહિલા સેલ મહામંત્રી-જ્યોતીબેન ચાવડા, મોરબી તાલુકા પ્રમુખ-દિલીપભાઈ ભોરણીયા, મોરબી તાલુકા મહામંત્રી-અરવિંદભાઈ ચૌહાણ, ટંકારા તાલુકા પ્રમુખ-વશરામભાઈ ટપુભાઈ, વાંકાનેર તાલુકા પ્રમુખ-સોહિલભાઈ સેરસિયા, હળવદ તાલુકા પ્રમુખ-હિતરાજસિંહ પરમાર ની નિમણુંક કરાય… નવી નિમણુંક પામેલા તમામ હોદેદારો ને ગુજરાત પ્રદેશ ટિમ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવેલ.
🤝🤝🤝🤝🤝🤝🤝🤝
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/LlM6agxsWIZLQXliyGBEDZ
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…