વાંકાનેર: રાતીદેવરી ખાતે કોરોના વેક્સિન માટે રાત્રિ સેશનનું આયોજન કરાયું
ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, ટીડિયો, ટી.એચ.ઓ., મેડિકલ ઓફિસર ધારાસભ્ય અને સ્થાનિક આગેવાનોએ હાજરી આપી અને લોકોને જાગૃત કર્યા હતા.
વાંકાનેર: આજ રોજ વાંકાનેર તાલુકાના રાતિદેવરી ગામે સાંજના સમયે કોરોના વેક્સિનનું રાત્રિ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજે રાતીદેવરી ખાતે કોરોના વેક્સિન સંદર્ભે લોકોમાં જાગૃતિ લાવવા માટે ડેપ્યુટી કલેક્ટર, ધારાસભ્ય, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર, મેડિકલ ઓફિસર અને રાતીદેવળી ગામના આગેવાનો રસિકભાઈ વોરા, સરપંચ દિલીપસિંહ, મહાવીરસિંહ, રમેશભાઈ વોરા, ઉસ્માનભાઈ માથકીયા તથા અન્ય આગેવાનો હાજર રહ્યા હતાં.
આજના આ રાતિદેવળી ખાતેના રાત્રિ સેશન દરમિયાન વધુમાં વધુ લોકો વેક્સિનનો લાભ લેવા અને લોકો સુધી માહિતી પહોંચે તેવું અધિકારીઓ અને પદાધિકારિઓ દ્વારા લોકોને જણાવ્યૂ હતું.
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે:-https://chat.whatsapp.com/FQTfpgj5vPdLBPWtZn0YKh
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…
મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews