skip to content

ટંકારા તાલુકામાં વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી…

ટંકારા તાલુકાના લજાઈ ખાતે આજ રોજ 25 એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસ હોવાથી ટંકારા તાલુકાના હડમતિયા કુમાર શાળા, કન્યા તાલુકા શાળા તેમજ લજાઈ ગામે દેવદયા માધ્યમિક શાળા, લજાઈ તાલુકા શાળા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈ ખાતે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી થયેલ.

જેના ભાગરૂપે શાળાઓમાં વિદ્યાર્થીઓને મેલેરિયાનું આરોગ્ય શિક્ષણ આપેલ તથા મેલેરિયાના અટકાયતી પગલાં વિશે સમજાવેલ તથા મેલરીયાનું પ્રાથમિક નિદાન અને સારવાર વિશે સમજાવેલ. અને લજાઈ ગામની પ્રાથમિક શાળામાં ગપ્પી માછલીઓ મુકવામાં આવી હતી. તેમજ ટંકારા તાલુકાના લજાઈ PHC હેઠળ વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે લજાઈ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મચ્છરથી થતા રોગો વિશે જાગૃત કરવામાં આવ્યા

આ ઉજવણીમાં શાળાના આચાર્ નીતિનભાઈ માંડવીયા તથા નીતિનભાઈ ભાડેજા, આરોગ્ય વિભાગના કર્મચારીઓ આયુષ મેડિકલ ઓફિસર ડૉ. અલ્પા રામાવત , મનસુખભાઈ મસોત, MPHW જયદીપભાઈ, કેતનભાઈ, રમેશભાઈ ખાખરીયા, MPHS કેતનભાઇ બારૈયા, MPHW અંજુમબેન જોખીયા, FHW કૃપાલીબેન ચૌહાણ, અને CHO સહભાગી થયા હતા.

આ સમાચારને શેર કરો