Placeholder canvas

આજનો મોરબીમાં ત્રીજો કેસ: પારેખ શેરીમાં સોની વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

મોરબી : મોરબી જિલ્લામાં કોરોના દિવસે દિવસે વધી રહ્યો છે. ગઈકાલે 3 કેસ બાદ આજે બુધવારે પણ સવારે બે કેસ બાદ ત્રીજો કેસ નોંધાયો છે. જેમાં ગ્રીનચોક વિસ્તારમાં પારેખ શેરીમાં રહેતા 65 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 30 પર પોહચી ગઈ છે.

મોરબી જિલ્લામાં કોરોનાએ ભારે માથુ ઉંચકી રહ્યો છે. વાંકાનેરમાં શનિ-રવિવારમાં બે દિવસમાં છ કેસ સામે આવ્યા બાદ મોરબીમાં પણ મંગળ અને બુધવારે બે દિવસમાં 2 કેસ સામે આવ્યા છે. મોરબીમાં આજે ત્રીજો કોરોનાનો કેસ નોંધાયો છે. જેમાં મોરબીની પારેખ શેરીમાં રહેતા 65 વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મળતી માહિતી અનુસાર મોરબીની સોની બજારમાં આવેલી પારેખ શેરીમાં રહેતા 65 વર્ષીય બિપિનચંદ્ર પ્રવીણભાઈ આડેસરાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

તેમને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા ખાનગી લેબોરેટરીમાં સેમ્પલ લીધા બાદ આજે તેઓ કોરોનાથી સંક્રમિત હોવાનું જાહેર થયું છે. તેમને ડાયાબિટીસની બીમારી હોવાનું જાણવા મળ્યું હતું.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IAdJp1mIanLFXSf4tkE8n9

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો