Placeholder canvas

ડુંગળીના ભાવ કંટ્રોલ કરવાના સરકારના હવાત્યા: સ્ટોક મર્યાદા લાગુ

ડુંગળીના ધરખમ ઉંચા ભાવોને કાબૂમાં લેવાના સરકારના તમામ પ્રયત્નો નિષ્ફળ સાબીત થઈ રહ્યા છે ત્યારે હવે સ્ટોક મર્યાદાનું શસ્ત્ર ઉપાડવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકારે સ્ટોક લીમીટમાં 50 ટકાનો કાપ મુકયો છે. રીટેઈલ વેપારીઓ માટેની સ્ટોક મર્યાદા 10 ટનથી ઘટાડીને 5 ટન તથા જથ્થાબંધ વેપારીઓ માટેની સ્ટોક મર્યાદા 50 ટનથી ઘટાડીને 25 ટન કરવામાં આવી છે.

કેન્દ્રના ગ્રાહક બાબતોના મંત્રાલયના સૂત્રોએ કહ્યું કે નોર્મલ ડુંગળી ઉપરાંત ડીહાઈડ્રેટેડ ડુંગળીની નિકાસ પર પણ પ્રતિબંધ મુકવાની દિશામાં વિચારણા શરૂ કરવામાં આવી છે. તેમજ કેન્દ્ર સરકારે એવી ચોખવટ કરી છે કે આયાતી ડુંગળીને સ્ટોક મર્યાદા લાગુ નહીં પડે. ડીહાઈડ્રેટેડ ડુંગળીને લાગેવળગે છે ત્યાં સુધી કેન્દ્ર સરકારે 2018-19માં 102 મીલીયન ડોલરની ડુંગળી નિકાસ કરી હતી. ચાલુ વર્ષે 71 મીલીયન ડોલરની નિકાસ કરી છે.

જર્મની, રશિયા, અમેરિકા તથા બ્રાઝીલમાં મુખ્ય નિકાસ થાય છે. દેશના અનેક ભાગોમાં ડુંગળીના ભાવ 100 રૂપિયાથી વધુ છે. નાસિકમાં સારી કવોલીટીનો જથ્થાબંધ ભાવ 5400 હતો જે કિલોના રૂા.135 થવા જાય છે.

પશ્ર્ચીમ બંગાળમાં મમતા સરકાર દ્વારા રાહતભાવે ડુંગળીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકવા ઉપરાંત 1.20 લાખ ટન ડુંગળીની આયાત કરવાનો નિર્ણય લીધો છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/KkbHkmhx1702zMH4BdtXkO

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો