Placeholder canvas

હડમતિયાના વતની Dy.S.P. કે.ટી. કામરીયાને રાષ્ટ્રપતિ દ્વારા વિશિષ્ટ કામગીરી કરવા બદલ ‘પ્રેસિડેન્ટ પોલીસ મેડલ’ એનાયત

By રમેશ ઠાકોર – હડમતીયા

ટંકારા : મોરબી જીલ્લા તેમજ ટંકારા તાલુકાનું નામ રોશન કરનાર હડમતિયા ગામના ખેડૂતપુત્રને ત્યાં જન્મેલા અને ઉચ્ચ પોલિસ અધિકારીઓમાં સ્વચ્છ છબી ધરાવતા તેમજ માદરે વતન મોરબી જીલ્લાનું નામ ગુંજતું કરનાર કર્મનિષ્ઠ બાહોશ, કડક તેમજ મિલનસાર સ્વભાવ ધરાવતા અમદાવાદ ગ્રામ્યના સાણંદ વિભાગના નાયબ પોલિસ અધિક્ષક કે.ટી. કામરીયા સાહેબને ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે વિશિષ્ટ કામગીરી કરવા બદલ “રાષ્ટ્રપતિ પોલિસ મેડલ” એનાયત કરવામાં આવ્યો હતો.

ભારત સરકાર દ્વારા ઉત્કૃષ્ટ અને પ્રસંશનીય કામગીરી કરવા બદલ ગુજરાત પોલિસમાં ફરજ બજાવતા હાલ અમદાવાદ ગ્રામ્ય, સાણંદ વિભાગના નાયબ પોલિસ અધિક્ષક શ્રી કે.ટી. કામરીયા સાહેબને 2014 માં પણ પ્રસંશનિય કામગીરી કરવા બદલ 26 જાન્યુ.ના રોજ ભારતના પુર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના હસ્તે “પ્રેસિડેન્ટ પોલિસ મેડલ” મેળવેલ ત્યારબાદ ફરીથી રાજ્ય સરકારના ગૃહવિભાગ દ્વારા વિશિષ્ટ કામગીરી કરવા બદલ ભારત સરકારને દરખાસ્ત મોકલી આપતા ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વધુ એક “પ્રેસિડેન્ટ પોલિસ મેડલ” તરીકે અમદાવાદ ગ્રામ્ય સાણંદ વિભાગના નાયબ પોલિસ અધિક્ષક કે.ટી. કામરીયાને 26 જાન્યું. 2020 ના રોજ પસંદગી કરતા મોરબી જીલ્લા તેમજ ટંકારાના હડમતિયામાં ખુશીનો માહોલ જોવા મળ્યો છેે.

મોરબી જીલ્લાના ગૌરવ સમાન અને ટંકારા તાલુકાના હડમતિયા (પાલણપીર) ગામના વતની ખેડૂતપુત્રને ત્યાં તા. 31 May 1967 ના રોજ જન્મેલા કે. ટી. કામરીયાએ બી.એસસી એગ્રીકલ્ચરની 1993 માં જીપીએસસી પાસ કરી ડાયરેક્ટ પીએસઆઈથી લઇને ડીવાયએસપીના ઉચ્ચ પદ પર પહોંચેલા કામરીયા સાહેબ તલવારની ધાર પર ચાલીને કપરા ચઢાણનો સામનો કરીને અનેક ભ્રષ્ટ અધિકારીઓ, બુટલેગરો, હિસ્ટ્રીશીટરો, જમીન માફિયાઓ જેવા અનેક ચમરબંધીઓને જેલ હવાલે કરીને કાયદાના પાઠ ભણાવ્યા છે.

ત્યારે અમદાવાદ ગ્રામ્ય, સાણંદ વિભાગના નાયબ પોલિસ અધિક્ષક રહીને લુંટ, મર્ડર, જેવા કે અમદાવાદ અસલાલી નજીકથી ક્રુરતાભરી હત્યા કરી લાશના મળેલા બે પોટલાનું રહસ્યનો મામલો, ઘુમા નજીક પાયલ પટેલના રહસ્યમય મોતનો મામલો, અમદાવાદ નિત્યાનંદ આશ્રમનો મામલો, ચાંગોદરમાંથી પકડી પાડેલ વિદેશી શરાબના ગોડાઉનનો મામલો, અમદાવાદના ઓઢવ વિસ્તારના હરીશ કાલરીયાના રહસ્યમય મોતનો મામલો, રાજકોટથી અમદાવાદ જતુ અઢી કરોડનું સોનુ ગૂમ થવાનો તથા કસ્ટોડીયલ ડેથ મામલો, અમદાવાદ IOCની પાઈપમાં પંચર પાડી ક્રૂડ ઓઈલની ચોરીનો મામલો, જેવા અનેક ક્રાઈમનો પર્દાફાસ કરી ચમરબંધીઓને જેલ હવાલે કર્યા છે.

નાયબ અધિક્ષક કે. ટી. કામરીયાની પોલિસ ફોર્સમાં પ્રશંસનિય અને વિશિષ્ટ એમ બે સુંદર કામગીરી કરવા બદલ બે વાર “રાષ્ટ્રપતિ પોલિસ મેડલ” મળવાના ન્યુઝ સૌ પ્રથમ નાયબ અધિક્ષક કે.ટી. કામરીયાઅે તેમના વિશ્વાસું મિત્ર રમેશ ખાખરીયાને જણાવેલ ત્યારે મિત્રવર્તુળ તેમજ કુટુંબીજનો, સગાસ્નેહીજનોમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે. તેમજ તેમના પર શુભેચ્છાઓની પુષ્પવૃષ્ટી થઈ રહી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Bg9cW6lrckEGLeEs95MWp2

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો