Placeholder canvas

હળવદ માળીયા હાઈવે પર અકસ્માત પાચ ઇજાગ્રસ્ત એકનુ મોત

By Baldev Bharvad -Halvad હળવદ: હળવદ માળીયા હાઈવે પર થયેલા એક અકસ્માતમાં ત્રણ મહિલા સહિત પાંચને ઇજા થઈ છે, જ્યારે એકનું મોત થયુ છે.

હળવદ માળીયા હાઈવે પર હરિકૃષ્ણ ધામ પાસે આઇસર ટ્રકે છકડો રિક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ મહિલા સહિત પાંચને ઇજા થઇ છે અને એકનું મોત થયું છે. ઇજાગ્રસ્તોને ૧૦૮ મારફત પ્રથમ હળવદ પ્રાથમિક સામૂહિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી તેમને સુરેન્દ્રનગર ખાતે રીફર કરવામાં આવ્યા છે.

આ અકસ્માતમાં તમામ ઈજાગ્રસ્તો હળવદના ખારીવાવડી ના રહેવાસી હોવાનું જાણવા મળેલ છે આ અકસ્માતમાં રીક્ષાને ટક્કર મારીને આઇસર ચાલક ફરાર થઇ ગયો છે.

જુઓ વિડિયો….

હળવદ માળીયા હાઈવે પર અકસ્માત પાચ ઇજાગ્રસ્ત એકનુ મોતકપ્તાન ફેસબુક પેજ લાઈક કરો, ફોલો કરો અને શેર કરો..

Kaptaan यांनी वर पोस्ट केले बुधवार, ६ नोव्हेंबर, २०१९
આ સમાચારને શેર કરો