Placeholder canvas

વાંકાનેર: આપ દ્વારા પંચાસિયા ખાતે “જન સંવેદના મુકલાત”ને લઇને સભા યોજાઈ

આપ દ્વારા કોરોના માં મૃત્યુ પામેલા લોકો નો સાચો આંકડો ગુજરાત સરકાર ને આપશે અને દિલ્હી ની જેમ ગુજરાત માં પણ રૂ : 50,000 વળતર ની માંગ કરશે

હાલ સમગ્ર ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા જન સંવેદના મુલાકાત દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાનું આયોજન ચાલી રહ્યું છે ત્યારે ગત રોજ વાંકાનેરના પંચસિયા ગામે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર ગુજરાતમાં સરકારની બેદરકારીને કારણે કોરોનામાં સેંકડો લોકોના મૃત્યુ થયા હતા ત્યારે વર્તમાન ભાજપ સરકારને આમ આદમી પાર્ટીના નેતાઓ એ ઉધડી લીધી હતી. ભાજપ સરકાર પર આક્ષેપોનો વરસાદ કરતા આ કોરોના મહામારીમાં ઓક્સિજન અને બેડ જેવી સુવિધાઓ પુરી પાડવામાં તથા રેમડીસીવીર ,ટોસિલોઝુંબેક જેવી દવાઓની કાળા બજારીના આક્ષેપો આપના નેતાઓ દ્વારા કરવામાં આવ્યા હતા .

વધુમાં ગુજરાતમાં કોરોનામાં મૃત્યુ પામેલાના ખોટા આંકડા રજૂ થયા છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ પામેલાનું સર્વે ચાલી રહ્યું છે. અને ગુજરાતની ભાજપ સરકારને કોરોનામાં મૃત્યુ પામેલા લોકોનો સાચો આંકડો ગુજરાત સરકારને આપશે અને દિલ્હીની જેમ ગુજરાતમાં પણ રૂ : 50,000 વળતરની માંગ કરશે . આપ ના તોફિક અમરેલીયા કહ્યું હતું કે દિલ્હીમાં કોરોનાથી પિડિતના પરિવારને 50,000 નું વળતર મળે તો ગુજરાતમાં કેમ નહીં

આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રમુખ યોગેશ રંગપડીયા દ્વારા તંત્ર પાસે જ્યારે કોરોના પીડિતનો આંકડો માંગવામાં આવ્યો ત્યારે સમગ્ર જિલ્લા માં માત્ર 87 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે આમ આદમી પાર્ટીના દિલીપ ભાઈ ચાવડા દ્વારા પંચાસિયા ગામમાં જ માત્ર 35 લોકોના ફોર્મ ભરવામાં આવ્યા હતા.

આમ આદમી પાર્ટી વાંકાનેર દ્વારા આ અભિયાન ની હજુ તો શરૂઆત કરવામાં આવી છે ત્યારે પંચાસિયા,દલડી,દિઘલીયા, કાશીપર,ગારીયા ,હસનપર,પીપળીયા રાજ ,ચંદ્રપુર જેટલા ગામો માં આ સર્વે ફોર્મ ભરતા કોરોનામાં.મૃત્યુ પામેલાનો આંકડો 97 એ પહોંચયો હતો.

આ મિટિંગમાં આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાના યોગેશ રંગપડીયા,વનરાજસિંહ વાઘેલા,ભરતભાઈ કસુંદરા,રાજભા ગઢવી, આરીફ બ્લોચ,અરુણ રૂપાલા,નઝરૂદિન કડીવાર – દલડી, અજય રાઠોડ, શૈલેષભાઈ સરવૈયા,દિલીપભાઈ ચાવડા,અલીભાઈ દેકાવાડિયા, મુન્નાભાઈ મીર અને વાંકાનેરના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા.

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે:-https://chat.whatsapp.com/CQoeJCWKjDnDNpk84mVA7f

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો