skip to content

રાજકોટમાં દિલ્હી જેવી ઘટના, ભારે વરસાદને કારણે એરપોર્ટનો શેડ તૂટી પડયો…!!

રાજકોટમાં પણ દિલ્હી એરપોર્ટ જેવી ઘટના બની છે. ભારે વરસાદને કારણે રાજકોટ એરપોર્ટ પર મુસાફરોને મુકવા અને ડ્રોપ કરવાની જગ્યા પરનો શેડ તૂટી પડ્યો છે. પહેલા વરસાદમાં જ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા રાજકોટના હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ફજેતી થઇ હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 અને 28 જુલાઇ 2023માં ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ, હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્દઘાટન કર્યું હતું. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને પીએમ ગતિશક્તિ પ્રોજેક્ટ હેઠળ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. રાજકોટથી આશરે 30 કિલોમીટર દૂર, નેશનલ હાઇવે નં-27 નજીક હિરાસર ગામ પાસે ₹1405 કરોડના ખર્ચે ગ્રીનફીલ્ડ એરપોર્ટનું નિર્માણ થયું છે.

વિડીયો જુવા માટે નીચેની લીક પર ક્લિક કરો…

https://www.facebook.com/share/p/gE1JxXkRGGUTjU7P/?mibextid=oFDknk

આ સમાચારને શેર કરો