વાંકાનેર: ભાટિયા સોસાયટીમાં મકાન પર વીજળી પડી…
વાંકાનેર ગઈકાલે સાંજના સમયે વરસાદ આગમન થયું વરસાદ તો થોડી વાર આવ્યો પણ ભારે ગાજવીજની સાથે આવ્યો, જોરદાર વીજળીના કડાકા થતા હતા અને એવું લાગતું હતું કે લગભગ ક્યાંક વીજળી પડી હશે, તેવામાં સમાચાર મળ્યા કે વાંકાનેરની ભાગોળે આવેલી ભાટિયા સોસાયટીમાં એક રહેઠાણના મકાન પણ વીજળી પડી હતી વિજળી પડતાં મકાનની દિવાલોને નુકશાની તથા ઇલેક્ટ્રિક ઉપકરણોને નુકશાની થયું હતું, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી….
મળેલી માહિતી મુજબ ભાટિયા સોસાયટીમાં મહિલા સત્સંગ મંડળ હોલ વાળી શેરીમાં રહેતા સંજયભાઈ ભિંડોરાના મકાન ઉપર વીજળી પડી હતી જેમાં મકાનની દીવાલમાં તિરાડ પડી ગઇ હતી તેમજ ઇલેક્ટ્રિક ઉપકરણોને નુકશાન થયું હતું. સદનશીબે આ ઘટનામાં મકાનમાં રહેતા તમામ લોકોને કોઈ નુકશાન જે ઇજા થઇ નથી.