વાંકાનેર: ચુવાળીયા કોળી સમાજના અનેક મુદાઓની પ્રદેશ ભાજપ અધ્યક્ષને રજૂઆત કરતા યુવા અગ્રણી મયુર ઠાકોર
વાંકાનેર: તાલુકા ભાજપ પ્રમુખ પદ પર ચુવાળીયા કોળી સમાજની નિયુક્તિ કરવામાં આવે
તાજેતરમાં મોરબી જીલ્લામાં થયેલ ભાજપના હોદેદારોની નિમણૂંકને લઈને ચુવાળીયા કોળી સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ ન મળતા ભારે નારાજગી વ્યક્તિ કરી હતી
સમાજમાં નારાજગીને ધ્યાને લઈ વાંકાનેરના ચુવાળીયા કોળી ઠાકોર સામના યુવા અગ્રણી મયુર ઠાકોર દ્વારા ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી જેમાં મોરબી જીલ્લા ભાજપની વરણીમાં ચુવાળીયા કોળી સમાજને અન્યાય બાબતે ચુવાળીયા કોળી સમાજમાં નારાજગી વ્યાપી છે મોરબી જીલ્લા સહિત વાંકાનેર તાલુકામાં બહોળી વસ્તી ધરાવતો સમાજ કાયમી ભાજપ સાથે રહી અનેક ચૂંટણીઓમાં ભાજપ તરફી મતદાન કરાવી ભાજપને જીત અપાવી ચૂક્યો છે ત્યારે સમાજના પાર્ટી પ્રત્યેના યોગદાન પ્રમાણે જીલ્લા સંગઠનમાં યોગ્ય પ્રતિનિધિત્વ ન મળવાથી સમાજમાં અસંતોષની લાગણી પ્રસરી છે ત્યારે
આગામી દિવસોમાં આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચુવાળીયા કોળી સમાજના પ્રભુત્વ ધરાવતી જિલ્લા તેમજ તાલુકા પંચાયતની બેઠકો પર સમાજને ટિકિટો આપવામાં આવે ઉપરાંત તાજેતરમાં ખાલી પડેલ વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખ પદ પર અમારા સમાજની નિયુક્તિ કરી ચુવાળીયા કોળી સમાજને ન્યાય આપવામાં આવે જેથી સમાજમાં પણ બમણી ઉર્જાનો સંચાર થાય અને ચુવાળીયા કોળી સમાજ ફરી એકવાર ઉત્સાહ સાથે પાર્ટીને જીતાડવા કામે વળગી જાય તેવી રજૂઆત યુવા અગ્રણી મયુર ઠાકોર દ્વારા કરવામાં આવી હતી

